મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE













મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારી નથી અને હાલમાં ચાર્જમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્કુલ સંચાલકો દ્વારા બેફામ ફી વાલીઓ પાસેથી લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં સ્કૂલ સંચાલકો ઉપર અંકુશ લાવવા માટે મોરબી કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા મુખ્યમંત્રીની જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં એક વર્ષથી જીલ્લા શિક્ષણાધિકારી નથી અને કચ્છ તેમજ મોરબી જીલ્લાનો સંયુક્ત ચાર્જ એક જ અધિકારી પાસે છે જેથી ખાનગી સ્કુલના સંચાલકો ઉપ૨ જીલ્લા શિક્ષણાધિકારીનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. છેલ્લા ઘણા સમયથી એફ.આર.સી. વિરૂધ્ધ બેફામ ફી જુદીજુદી સ્કૂલમાં લેવામાં આવી રહી છે. અને અમુક સ્કુલોમાં રમત-ગમતના મેદાનની વ્યવસ્થા નથી, અમુક સ્કુલોમાં નિયમ વિરૂધ્ધના બાંધકામો છે, અમુક સ્કુલોમાં વિદ્યાર્થીઓની સલામતીના પ્રશ્નો છે, અમુક સ્કુલો એડમીશનમાં ભેદભાવની નિતિ અપનાવી રહેલ છે, અમુક સ્કુલો માત્ર નામના મેળવવા હોંશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી રહેલ છે. જેના કારણે મોરબી જીલ્લો શિક્ષણક્ષેત્રે વેપાર-ધંધાનું માધ્યમ બની ગયેલ છે. જીલ્લા શિક્ષણાધિકારીનો ખાનગી સ્કૂલના સંચાલકો ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ ન હોવાથી તેઓ બેફામ બનેલ છે. જેથી મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણુંક કરી બેફામ ફી વસુલી, પ્રવેશ માટે ભેદભાવની નિતિ, નિયમ વિરૂધ્ધના બાંધકામ સહિતના પ્રશ્નોને ધ્યાને લઈ સ્કુલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News