મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સામન્ય ચૂંટણી જાહેર થયેલ 62 પૈકીની 38 ગ્રામ પંચાયતો સમરસ


SHARE









મોરબી જીલ્લામાં સામન્ય ચૂંટણી જાહેર થયેલ 62 પૈકીની 38 ગ્રામ પંચાયતો સમરસ

મોરબી જિલ્લાના આવેલા પાંચ તાલુકાની કુલ મળીને 62 ગ્રામ પંચાયતની સામન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જો કે, આગેવાનોની  સમજાવટ કે પછી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં ગામને ફાયદો થાય તે માટે ઘણા ગામના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા જેથી કરીને મોરબી જીલ્લામાં 62 પૈકીની 38 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ હોવાનું માહિતી સામે આવી રહી છે.

ગુજરાતમાં છેલ્લા લગભગ અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ખોરંભે ચડી ગયેલ હતી જો કે, ચૂંટણી પંચના કમિશનર દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી હોય તેવી દરેક પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ 62 પંચાયતોની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેના માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો પણ ભરવામાં આવ્યા હતા જો કે, મંગળવારે ફોર્મ પાછા ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ઘણા ઉમેદવારોએ તેના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા જેથી 50 ટકા કરતાં વધારે ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે.

હાલમાં અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં 62 પંચાયતોની સામાન્ય ચૂંટણી હતી તેમાંથી મોરબી તાલુકાની 17, માળીયા તાલુકાની 10, હળવદ તાલુકાની 4, વાંકાનેર તાલુકાની 4 અને ટંકારા તાલુકાની 3 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે જો કે, જે ગામમાં સરપંચ માટે કે પછી સભ્ય માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયેલ નથી અને તેના માટેની ગણતરી સહિતની કામગીરી હજુ પણ મામલતદાર ઓફિસમાં કરવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છેકે, જે ગામ સમરસ થાય છે તે ગામમાં વસ્તીના આધારે સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે તે ઉપરાંત બીજા પણ ઘણા ફાયદ ગામને થતાં હોય છે જેથી ધારાસભ્યઓ, ગામના આગેવાનો સહિતના લોકો દ્વારા ગ્રામ પંચાયતો સમરસ થાય તેના માટે મહેનત કરી રહ્યા હતા જેના ફળ સ્વરૂપે જીલ્લામાં જાહેર કરવામાં આવેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી 50 ટકા કરતાં વધારે ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે.




Latest News