મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત


SHARE













માળીયા (મી)ના વાધરવા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત

માળીયા (મી)ના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર માનસિક બીમાર આધેડ ટ્રેનની ઝડપે ચડી જતા તેને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના દીકરાએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વિરમગામ તાલુકાના થોરી થાભા ગામમાં આવેલ સેનવા વાસમાં રહેતા ખોડાભાઈ દેવાભાઈ સેનવા (51) નામના આધેડ માળીયા તાલુકાના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયા હતા જેથી તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મૃતક આધેડના દીકરા રાહુલભાઈ ખોડાભાઈ સેનવા (24)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક આધેડ છેલ્લા બે મહિનાથી માનસિક બીમાર હતા અને બે દિવસ પહેલા તેઓ પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા દરમિયાન માળિયાના વાધરવા ગામ પાસે ટ્રેનના પાટા ઉપર ચાલતી વખતે ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામે રહેતા મનસુખભાઈ પોલાભાઈ બેડવા (52)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News