મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વડોદરાથી ભાગીને હળવદના દેવળીયા ગામે મજૂરી કરતાં મોટાબાપુને ત્યાં આવેલ પ્રેમી યુગલે સજોડે જીવન ટુકાવ્યું


SHARE







વડોદરાથી ભાગીને હળવદના દેવળીયા ગામે મજૂરી કરતાં મોટાબાપુને ત્યાં આવેલ પ્રેમી યુગલે સજોડે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રેમી યુગલ ભાગીને હળવદના દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કામ કરતા તેના મોટાબાપુને ત્યાં આવી ગયું હતું અને યુવકના મોટાબાપુએ આ અંગેની જાણ યુવાનની માતાને કરી હતી જેથી તે પ્રેમી યુગલને લેવા માટે યુવાનની માતા ત્યાં આવી હતી અને બીજા દિવસે સવારે તેઓ વડોદરા જવાના હતા દરમિયાન રાત્રિના સમયે યુવક અને યુવતીએ છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારણભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા શાંતિલાલ ચંદુભાઈ નાયકને ત્યાં તેઓનો ભત્રીજો વિપુલકુમાર મુકેશભાઈ નાયક (24) રહે.મુળ દરજીપુરા ફળિયું રાયણ તલાવડી આજવા કમ્પાઉન્ડ વડોદરા અને રિયાબેન પૂનમભાઈ તડવી (17) રહે.મુળ ઉબેરા તાલુકો વડોદરા વાળા આવ્યા હતા અને છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને બંનેએ સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેઓના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિપુલ નાયક અને રીયાબેન તડવીને પ્રેમ સંબંધ હોય તેવો અગાઉ પણ ભાગી ગયા હતા અને તેઓને ત્યારે સમજાવીને ઘરે પાછા લઈ આવ્યા હતા જોકે ફરી પાછા આ બંને ભાગીને દેવળિયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં તેઓના મોટાબાપુ પાસે આવ્યા હતા અને તે બંનેને તેઓના પરિવારજનો વડોદરમાં તેઓને શોધી રહ્યા હતા. દરમિયાન વિપુલના મોટાબાપુએ વિપુલ અને રીયા તેઓને ત્યાં આવ્યા છે તેવી જાણ કરી હતી જેથી વિપુલની માતા તે બંને લેવા માટે દેવળિયા ગામે આવી હતી અને બંનેને સમજાવીને બીજા દિવસે સવારે પરત વડોદરા લઈને જવાના હતા જોકે રાત્રિ દરમિયાન વિપુલ અને રિયાએ સજોડે આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News