માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર: મોરબીમાં 4.25 ટંકારા અને હળવદમાં 3.25, માળીયામાં 1.5 અને વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ


SHARE













મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં મેઘમહેર: મોરબીમાં 4.25 ટંકારા અને હળવદમાં 3.25, માળીયામાં 1.5 અને વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગતરાત્રિના સમયથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને પાંચેય તાલુકામાં ગણતરીની કલાકોમાં એકથી લઈને સવા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેથી નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોને ખરા સમયે પાણી મળી જવાથી તેઓના ખેતરમાં કરવામાં આવેલ વેવતરને જીવતદાન મળી ગયું છે. જોકે રાબેતા મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તાર તથા વાંકાનેરના વેલનાથપરા સહિતના અમુક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થતા ની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને કલાકો વીઆઇપી પુરવઠો પુનઃ કાર્યરત થયો ન હતો જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરના સમય પછીથી બફારાનું પ્રમાણ વધી ગયું હતું અને આકાશમાં વાદળો પણ ઘેરાવા લાગ્યા હતા જોકે વરસાદ ક્યારે વર્ષે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દરમિયાન રાત્રિના દસેક વાગ્યેથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને પવન સાથે વરસાદ શરૂ થયો હોય ગણતરીની કલાકોમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસી ગયો હતો જો કે, તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના રસ્તાઓને ખૂલવામાં આવ્યા ન હતા અને યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હતી જેથી કેટલાક નીચાણ વાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

મોરબી જિલ્લામાં રાત્રિના દસ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન એટલે કે ચાર કલાકમાં મોરબી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરીને હેત વરસાવ્યું હતું જેથી ખેડૂતોના હૈયે ટાઢક વાળી છે કારણ કે મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ચોમાસુ પાક લેવા માટે થઈને આગોતરું વાવેતર કર્યું હતું જો કે, નર્મદાની કેનાલોમાંથી છેવાળાના ગામ સુધી સિંચાઈ માટેનું પાણી મળતું ન હોવાના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને પાણીની માંગ કરી રહ્યા હતા તેવા સમયે ખેડૂતોને મેઘરાજાએ હેત વરસાવીને પાણી પહોંચાડી દેતા તેઓના ખેતરમાં વાવણી કરેલ પાકને જીવત દાન મળી ગયું છે.

જો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ટંકારા તાલુકામાં 88 એમએમ, માળિયા તાલુકામાં 37 એમએમ, મોરબી તાલુકામાં 109 એમએમ, વાંકાનેર તાલુકામાં 24 એમએમ અને હળવદ તાલુકામાં 86 એમએમ વરસાદ નોંધાયેલ છે એટલે કે પાંચેય તાલુકામાં સરેરાશ એક થી લઈને સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જેમાં સૌથી વધુ વરસાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં નોંધાયો છે મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોંકળાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હોવાના કારણે મોરબીના કેટલાક ચોક્કસ વિસ્તારોની અંદર દર વખતે જેમ પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણી ભરાય છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આટલું જ નહીં પરંતુ ચોમાસા પહેલા ઉનાળા દરમિયાન વીજ કંપની દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે રીપેરીંગ કામ કરવા વારંવાર વીજ પુરવઠો બંધ કરવામાં આવતો હોય છે તેમ છતાં પણ ચોમાસાના ચાર છાંટા પડતાની સાથે જ વીજ પુરવઠો રાબેતા મુજબ ખોવાઈ જતો હોય છે તેવી જ રીતે ગઈકાલે રાત્રે 10:00 વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થતાની સાથે જ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રોટરીનગર, વર્ધમાનનગર, જન કલ્યાણ નગર, અરુણોદયનગર સહિતના વિસ્તારોની અંદર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને આજે સવારે 8:00 વાગ્યે આ વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત થયો હતો જેથી લોકો આખી રાત હેરાન થયા હતા.

આવી જ રીતે વાંકાનેર શહેરની વાત કરીએ તો વાંકાનેરમાં વેલનાથ પરા વિસ્તારમાં સર્કિટ કેબલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થવાના કારણે તે વાયર બ્લાસ્ટ થયો હતો અને ટીસીમાં ભડાકા થતા હોય તે રીતે ત્યાં ભડાકા થતા હોવાના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વેળનાથપરા વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. જો કે, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ જેવો બનાવ મોરબી જિલ્લામ બનેલ નથી.






Latest News