મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાહ રે વિકાસ: મોરબીના જીવાપર પાસે નવુ બનાવેલ પુલિયું પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયું


SHARE









વાહ રે વિકાસ: મોરબીના જીવાપર પાસે નવુ બનાવેલ પુલિયું પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયું

મોરબીમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ જાણે કે રોડ રસ્તાના ધોવાણ શરૂ થઈ ગયા હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીના જીવાપરથી જીકિયારી ગામ તરફ જવાના જુના રસ્તા ઉપર ચાલુ વર્ષે જ નવું પુલિયું બનાવવામાં આવ્યું હતું તેની એક સાઇડનો ભાગ પહેલા વરસદમાં ધોવાઇ ગયેલ છે. જેથી હાલમાં જીવાપર ગામથી જીકિયારી ગામ તરફ જવાનો જુનો રસ્તો છે ત્યાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. અને ખેડૂતો પણ તેના ખેતરે ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચા લોકોને સારા રોડની સુવિધા મળે તેના માટે કરવામાં આવે છે જો કે, તેમાંથી મોટા ભાગની રકમ ભ્રષ્ટાચારમાં જતી હોવાના કારણે રોડ રસ્તાનું કામ નબળી ગુણવત્તાનું થતું હોય છે તેવું અગાઉ મોરબી સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ નવું બનેલ પુલિયું ધોવાઇ ગયું છે

મોરબીના જીવાપરથી જીકિયારી ગામ તરફ જવાનો જે જૂનો રસ્તો છે તેને બોળીયાર પાટીનો માર્ગ તરીકે લોકો જાણે છે તે રસ્તા ઉપર ચાલુ વર્ષ દરમિયાન નવું પુલિયુ બનાવવામાં આવ્યું હતું જો કે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્યાં પાણીનો પ્રવાહ વધુ રહે છે જેથી સેફટીની દિવાલ ઊંચી બનાવવામાં આવે તે જરૂરી છે” પરંતુ તે વાતને કોન્ટ્રાક્ટર કે અધિકારીએ ધ્યાને લીધી ન હતી.

દરમ્યાન મોરબી તાલુકા વિસ્તારમાં સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ 4.25 ઇંચ વરસાદમાં નવું પુલિયું ધોવાઈ ગયું છે જેથી પ્રથમ વરસાદમાં જ પુલિયું ધોવાઈ જતાં ખેડૂતો પોતાના ખેતરે પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે હવે આ પુલિયું ક્યારે રિપેર કરવામાં આવશે ? અને ખેડૂતો પોતાના ખેતર સુધી જઈને ખેતી કામ ક્યારે કરી શકશે ? એ તો આગામી સમય બતાવશે અને આવું નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ હાલ કહેવું મુશ્કેલ છે.




Latest News