મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકનેરમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 10 બોટલ- બિયરના 15 ટીન સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ


SHARE







વાંકનેરમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 10 બોટલ- બિયરના 15 ટીન સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ

વાંકાનેરમાં આવેલ મિલ સોસાયટીમાં રહેતા શખ્સનાં મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની-મોટી 10 બોટલ તેમજ બિયરના 15 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બીયર સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ મિલ સોસાયટી ગોડાઉન રોડ પાસે રહેતા ઈરફાનભાઇ ખોખરના મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 2 બોટલ તથા 8 ચપલા અને બિયરના 15 ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ બિયર સ્કૂલ મળીને 7,060 ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઈરફાનભાઇ ઇકબાલભાઈ ખોખર (30) રહે. મિલ સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તેણે મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા રહે. મિલ પ્લોટ ડબલ ચાલી વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને મોહીન ઉર્ફે મોન્ટી હાલાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News