મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ


SHARE









વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં અને ટંકારા તાલુકા વિસ્તારમાં વીજ ધાંધીયા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે જેથી કરીને સ્થાનિક ધારાસભ્યોએ વીજ કંપનીના અધિક્ષક સહિતના ઈજનેરોની હાજરીમાં મિટિંગ કરી હતી અને લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓએ વહેલી તકે વીજ પુરવઠાને લગતા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપેલ હતી.

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં વિજકંપનીના ઘણા પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા, વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયા, ડેપ્યુટી એન્જીનીયર એન.ડી.પટેલ, ડેપ્યુટી એન્જીનીયર, આઈ.એમ.મોઢ, રૂરલ-1 ના એચ.એચ. પટેલ, રૂરલ-2 ના કે.એચ. મોર, ઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મિટિંગ કરી હતી અને ત્યારે અધિકારી ધારાસભ્યને ગણતરીના દિવસોમાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી. તો ટંકારા તાલુકામાં પણ વરસાદ પછીથી સતત વીજ ધાંધિયા જુદાજુદા વિસ્તારમાં જોવા મળે છે જેથી કરીને વીજ પુરવઠાને લગતા પ્રશ્નો ઉકેલવા માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક વીજ કંપનીના અધિકારીઓની સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને લોકોના જે પ્રશ્ન હતા તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીને સૂચના આપેલ હતી.




Latest News