મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને ૨.૦૨ લાખ જેવી માતબર રકમ મળી


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને ૨.૦૨ લાખ જેવી માતબર રકમ મળી

મોરબીના પાનેલી ગામના વતની જયેશભાઈ કરમશીભાઈ કટેશીયાનું પોતાનું વાહન બોલેરો જેના નંબર GJ-36 V 2825 જે પાનેલીથી સલતાનપર ગામ જતા હતા ત્યારે અન્ય વાહને ઠોકર મારતા વાહનમાં ૧,૯૭,૦૦૦ રૂપિયાનું નુકશાન થયેલ તેનો વીમો “ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ કું.લી.” માં લીધેલ હતો.કંપનીને તમામ કાગળો રજુ કરવા છતા પણ કંપનીએ વીમો આપવા ઈન્કાર કરેલ તેથી તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ કરતા અદાલતે વીમા કંપનીને વીમા ગ્રાહક શ્રી જયેશભાઈ કરમશી કટેશીયાને રૂા.૧,૯૭,૦૦૦ તથા રૂા.૫૦૦૦ અન્ય ખર્ચ પેટેના તા.૧૨-૯-૨૪ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે મોરબી ના પાનેલી ગામના વતની ગ્રાહક જયેશભાઈ કરમશીભાઈ કટેશીયા એ પોતાની ગાડી બોલેરો વાહન જેના નંબર GJ-36 V 2825 લઇને પાનેલીથી સલતાનપર જતા હતા ત્યારે તેની ગાડી ને અન્ય વાહને ઠોકર મારતા તેની ગાડીને નુકશાન રૂા.૧,૯૭,૦૦૦ થયેલ. ગાડીના માલિક જયેશભાઈ કટેશીયાએ ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ શું.લી. વિમો લીધેલો હતો.ગ્રાહકે તમામ કાગળો વીમા કંપનીને સમય મર્યાદામાં રજુ કરવામાં આવેલ છતા વીમા કંપનીએ વીમો આપવા ઇન્કાર કરતા તેઓ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતે જણાવેલ કે વીમા કંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીએ ગ્રાહક જયેશભાઇ કરમશીભાઈ કટેશીયાને બોલેરો ગાડીના રીપેરીંગના ખર્ચના રૂપિયા ૧,૯૭,૦૦૦ તથા અન્ય ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ કુલ રૂા.૨,૦૨,૦૦૦ તા. ૧૨-૯-૨૪ થી છ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઈપણ અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશા લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) મંત્રી રામભાઈ મહેતા (મો. ૯૯૦૪૭ ૯૮૦૪૮), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે.






Latest News