મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં 11 વર્ષે મુખ્યમંત્રી આવાસ યોજનાનુ કામ પૂરું ન થવાની કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈને કાર્યવાહી કરવા આદેશ


SHARE







મોરબીમાં 11 વર્ષે મુખ્યમંત્રી આવાસ યોજનાનુ કામ પૂરું ન થવાની કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈને કાર્યવાહી કરવા આદેશ

મોરબી નગરપાલિકા હતી ત્યારે સરકારે મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના મંજૂર કરવામાં આવી હતી અને તેના માટેનું કામ કોન્ટ્રાકટરને આપી દેવામાં આવ્યું હતું જો કે, તે કામ 11 વર્ષે પણ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેના પ્રમુખ દ્વારા આ બાબતે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને મ્યુનિસિપાલિટી એડમિનીસ્ટેશન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નગરપાલિકાના પ્રદેશિક કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.

મોરબી નગરપાલિકા હતી ત્યારે લોકોની સુખકરીમાં વધારો થાય તેના માટે સરકારમાંથી જે ગ્રાન્ટ આવતી હતી અને લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવતો હતો તેમાંથી મોટાભાગની રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો એટ્લે જ તો આજની તારીખે પણ મોરબીના લોકોને લાઇટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મનપાની કચેરીએ આવીને બઘડાટી બોલાવવી પડે છે અથવા તો આંદોલન કરવા પડે છે ત્યારે સુવિધા મળે છે. જો કે, જુલાઇ 2024 માં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબીના બાયપાસ રોડ ઉપર બનાવવામાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને હાલમાં મ્યુનિસિપાલિટી એડમિનીસ્ટેશન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા નગરપાલિકાના પ્રદેશિક કમિશ્નરને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, પાલિકાના જે તે સમયના અધિકારી અને પદાધિકારીઓએ આવાસ યોજનાનુ કામ પૂરું કરાવવાના બદલે મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ રાખનારા કોન્ટ્રાકટરને વારંવાર મુદતમાં વધારો કરી આપેલ હતો જેથી 11 વર્ષે પણ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામ પૂર્ણ થયેલ નથી માટે ફરજમાં બેદરકારી રાખનારા અધિકારી અને પદાધિકારીની સામે ગુનો નોંધવા માટેની મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી હતી.






Latest News