મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા


SHARE







ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા

બાળકોની તંદુરસ્તી માટે અને સ્વસ્થ વિકાસ માટે ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે.અમુક ઘરોમાં બંધિયાર વાતાવરણના કારણે પૂરતા હવા-ઉજાશ ન હોવાના કારણે ઘરમાં રહેતી વ્યક્તિઓને એક બીજાનો ચેપ ઝડપથી લાગે છે. તેમજ હવા અને તડકાના અભાવે જંતુનો નાશ થતો નથી અને જંતુઓની ઝડપથી વૃધ્ધિ થાય છે. 

ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ.હેમાંગી ડી.મહેતાના જણાવ્યા મુજબ એવું સ્પષ્ટ પણે જોવામાં આવ્યુ છેકે, જે ઘરોમાં હવાની પૂરતી અવર જવર નથી તે ઘરોમાં શરદી-કફ-હાંફ-ન્યુમોનિયા જેવી બિમારી વધુ થાય છે. રૂમેટિક ફિવર નામે ઓડખાતી બીમારી (જે હ્રદયના વાલ્વને પણ નુકશાન પહોંચાડે છે.) પણ હવાની અવર જવર ઓછી હોય એવાં ઘરોમાં વધુ જોવા મળે છે. ધૂળ ડમરી સાથે ફૂંકાતો હોય તેવો પવન નુકશાન કરી શકે, પરંતુ ધરોમાં ક્રોસ વેન્ટીલેશન હોવું આવશ્યક છે.સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન-ડી મળે છે. શહેરોમાં (તેમજ હવે તો ગામડાઓમાં પણ) વસ્તિની ગીચતાને કારણે મકાનોમાં અને શેરીઓમાં ભાગ્યેજ તડકો આવે છે. બાળકોને અપૂરતો તડકો મળવાથી એમને રીકેટસ (સુકતાન) નામની બીમારી થાય છે. જેમાં બાળકના હાડકા નબળા પડે છે. કપાળ ઉપસી આવે છે. પગ વાંકા રહે છે. પાંસળીઓમાં ખાડા પડે છે.આખા સ્થળે બૂરખો પહેરેલી સ્ત્રીઓનાં બાળકોમાં અચૂક વિટામિન-ડી ની ખામી જોવા મળે છે.અમુક નવા જન્મેલા બાળકોનાં શરીર પર પીળાશ જોવા મળે છે.જો આ પીળાશ ભયજનક માત્રામાં ન હોયતો બાળકને માત્ર સૂર્યના કુમળા તડકામાં રાખવાથી દૂર થાય છે.જેમ બને એમ બાળકોને શુદ્ધ હવા અને યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રમવા દેવા જોઈએ જેથી કરીને બાળકોનું આરોગ્ય સારૂ રહે.બાળકોએ અત્યારના સમયમાં તેનું આરોગ્ય સારૂ રહે તે માટે ઉંમર પ્રમાણે અનુકૂલ હોય તેવા યોગ કરવા જોઈએ અને કસરત પણ ઉમર પ્રમાણે અનુકૂળ હોય તેવી કરવી જોઈએ.જેથી કરીને નાની ઉમરમાં સ્થૂળતાન આવે અને આરોગ્ય સારૂ રહે અને તંદુરસ્તી વધે.






Latest News