મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી


SHARE







માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ ની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫ થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેસુ મેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત વિશે નથી, પરંતુ તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતા ની ભાવના શોધવાનીછે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી ને અને ચેતના નું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે.

દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાન પર કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આજે 11માં "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" નિમિત્તે દરીયાઈ શહેર માંડવીના રમણીય દરીયા કાંઠે "સાંસદ યોગ ઉત્સવ" નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સૌ નગરજનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાઈ યોગાભ્યાસ કર્યો.આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા પ્રમુખ  દેવજીભાઈ વરચંદ, માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંઝોડા,ઉપપ્રમુખ જોશનાબેન સેંઘાણી, કારોબારી ચેરમેન  વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભા.જ.પા પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, માંડવી તાલુકા ભા.જ.પા પ્રમુખ સામંતભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા ભા.જ.પા પ્રમુખ શક્તિસિંહ જાડેજા, માંડવી શહેર ભા.જ.પ મહામંત્રી કમલેશભાઈ ગઢવી, કિશનસિંહ જાડેજાસહીત પાર્ટી આગેવાનો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, યોગ કોચ હીનાબેન રાજગોર, કૃપાબેન ઠક્કર,  કિરણ દિવાણીતથા બહોળી સંખ્યામાં સૌ નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા..






Latest News