મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ


SHARE







મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ

મોરબીમાં 40 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોને ચુંટવા માટે મતદાન કરવામાં આવ્યું હતું તે મતોની આજે જીલ્લામાં જુદાજુદા પાંચ સેન્ટર ઉપર મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને કે પછી એક પંચાયતની મતગણતરી પૂરી કરીને વિજેતા સરપંચ અને સભ્યોના નામ જાહેર કરવામાં આવતા મત ગણતરી સેન્ટર પાસે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

મોરબી જીલ્લામાં આવેલ 40 ગ્રામ પંચાયતો જેમાંથી 27 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી અને 13 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટે ચૂંટણીનું મતદાન કરવાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સરેરાશ 79.34 ટકા જેટલું મતદાન થયું હતું અને આજે મોરબી જીલ્લામાં જુદાજુદા પાંચ તાલુકામાં અલગ અલગ સેન્ટર ઉપર મત ગણતરી કરવામાં આવી રહી છે જેમાંમોરબી તાલુકાની પંચાયતોની મતગણતરી પોલિટેકનિક કોલેજ ઘુંટુ ખાતેમાળીયા (મી) તાલુકાની પંચાયતોની મતગણતરી મોડેલ સ્કૂલ નાની બરાર ખાતેટંકારા તાલુકાની પંચાયતોની મતગણતરી ઓરપેટ કન્યા છાત્રાલય ખાતે, વાંકાનેર તાલુકાની પંચાયતોની મતગણતરી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે તથા હળવદ તાલુકાની પંચાયતોની મતગણતરી મોડેલ સ્કૂલ હળવદ ખાતે કરવામાં આવી રહી છે અને મતગણતરી કેન્દ્રો ઉપર કોઈ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત મૂકવામાં આવેલ છે અને પોસ્ટલ બેલ્ટ ગણીને એક પછી એક પંચાયતના વિજેતા સરપંચ અને સભ્યોના નામ જાહેર કરવામાં આવતા મત ગણતરી સેન્ટર પાસે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જેવા મળ્યો હતો અને વિજેતા થયેલા મોટા ભાગના સરપંચોએ ગામના વિકાસમાં અને લોકોની સુખકરીમાં વધારો થાય તેવા કામ કરવાનો કોલ આપ્યો હતો. 






Latest News