મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE









મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતાં યુવાનનો ભાઈ તેના વતનમાંથી મોરબી આવેલ હતો જેથી તેને લેવા માટે તેનો ભાઈ બાઇક લઈને મોરબી આવેલ હતો અને તે બંને પાછા જતાં હતા ત્યારે પંચાસર રોડે આવેલ મયુર ડેરી પાસેથી તેનું ડબલ સવારી બાઇક ખુટીયા સાથે અથડાવ્યું હતું જેથી બાઇકમાં પાછળના ભાગે બેઠેલ ભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ચાલકને જમણા હાથમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર ગામે વિજયસિંહ ઝાલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કેકકડિયાભાઈ ઉકાભાઇ પસાયા (50)એ હાલમાં બાઈક ચાલક તેના દીકરા વિરમભાઈ કેકકડિયાભાઈ પસાયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેનો દીકરો વિરમભાઇ તેઓના વતનમાંથી મોરબી આવેલ હતો જેથી કરીને તેની બીજો દીકરો રવિન જે હાલમાં વાડીએ તેઓની સાથે હતો તે એકસ ટ્રીમ 160 આર જેના નંબર નથી તે બાઇક લઈને મોરબી બસ સ્ટેશને લેવા માટે આવેલ હતો અને તેને બંને ભાઈ મોરબીથી પાછા પંચાસર જતાં હતા ત્યારે પંચાસર રોડ ઉપર આવેલ મયુર ડેરી પાસેથી તેઓના બાઈકની આડે ખુટિયો આવેલ હતો જેથી બાઇક તેની સાથે અથડાયું હતું અને તે બનાવમાં રવિનને માથા, મોઢા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને બાઇક ચલાવી રહેલા ફરિયાદીના દીકરા વિરમભાઈને પણ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના દીકરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News