દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક


SHARE









મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ ૬ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો www.navodaya.gov.in તેમજ https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.૨૯/૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.

ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. ૧૩/૧૨/૨૦૨૫ (શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.




Latest News