મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા


SHARE









મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનના મિત્ર સાથે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેનો મિત્ર રીક્ષામાં પોસ્ટ ઓફીસથી આગળ આવેલ જાહેર શૌચાલય પાસેથી જતા હતા ત્યારે હોન્ડા અને એકટીવામાં આવેલા ત્રણ શખ્સો દ્વારા યુવાનની સાથે રહેલા તેના મિત્ર સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો.ત્યારે યુવાને તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો ત્યારે બાઈક અને એકટીવામાં આવેલા ત્રણ દ્વારા યુવાનને હાથ અને પડખાના પગે છરીના આડેધડ ઘા મારવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વિશીપરા મેઇન રોડ ઉપર આવેલ ચાર ગોડાઉનની પાછળના ભાગમાં રહેતા ઈકબાલ રફિકભાઈ દાવલિયા (18) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાહુલ ઉર્ફે બુશિલ ભરતભાઈ સાલાણી, શંકર સુરેશભાઈ કોળી અને સાહિલ કોળી રહે.ત્રણેય ખડીયા વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, સાહેદ લક્કી કોળી સાથે અગાઉ ત્રણેય આરોપીઓને વીસીપરામાં માથાકૂટ થયેલ હતી જે બાબતનું મન દુઃખ રાખીને ફરિયાદી તથા સાહેદ લક્કી બંને રીક્ષા લઈને પોસ્ટ ઓફીસ થી આગળ આવેલ જાહેર શૌચાલય પાસેથી જતા હતા ત્યારે રાહુલ અને શંકર હોન્ડા લઈને ત્યાં આવ્યા હતા અને લક્કી સાથે માથાકૂટ કરી હતી તેવામાં સાહિલ ત્યાં એકટીવા લઈને આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો ત્યારે લક્કી છોડાવવા માટે થઈને ફરિયાદી વચ્ચે પડતા તેને રાહુલ અને શંકરે ડાબા હાથમાં અલગ અલગ જગ્યાએ છરીના ઘા મારીને ઇજા કરી હતી જ્યારે સાહિલ કોળીએ ડાબા પડખાના ભાગે અલગ અલગ જગ્યાએ છરીના કામ આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઇન્ડિયા કેમ્પ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસીઓર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસને માહિતી આપવામાં આવી ન હતી તેમજ મજૂરોના આઈડી પ્રૂફ પણ લેવામાં આવ્યા ન હતા જેથી કરીને કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય કારખાનામાં મજૂરી કરતા પ્રભુભાઈ દયાલભાઈ નિરાશ્રીત (46) રહે. જીઆઇડીસી પાછળ હળવદ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi #મોરબી 




Latest News