મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં


SHARE

















દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ મહાદેવ હોટલની સામેથી યુવાન અને તેની પત્ની ફ્રૂટની લારી રાખીને વેપાર કરતાં હતા ત્યારે કારચાલકે તે બંને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં યુવાને માથા અને શરીરે ગંભીર જાઓ થયેલ હોવથી તેનું મોત નીપજ્યું હતું અને મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને આરોપી સ્થળ ઉપર તેની કાર મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના બોરીયાનેસ વિસ્તારના રહેવાસી ભારતીબેન હિંમતભાઈ ઉગરેજીયા (36) નામના મહિલાએ કાર નંબર જીજે 16 ડીએસ 7851 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ મહાદેવ હોટલની સામેના ભાગમાં રાજકોટથી અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર રોડ સાઇડમાં તેઓ અને તેના પતિ હિંમતભાઈ સામાભાઇ ઉગરેજીયા ફ્રૂટની લારી રાખીને વેપાર કરતાં હતા તેવા સમયે પીળા કલરની કાર લઈને આવેલા વાહન ચાલકે ફરિયાદી અને તેના પતિને હડફેટે લીધા હતા તેમજ તેઓની ફ્રૂટની લારીને ઠોકર મારી હતી જેથી તે લારી પણ રોડ સાઇડમાં નીચે ઉતારી ગયેલ હતી. અને આ બનાવમાં ફરિયાદીના પતિને માથા, ગરદન અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ફરિયાદીને માથા અને શરીરે જાઓ થયેલ હતી જેથી હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News