દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં
ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો
SHARE








ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો
ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને ભાગમાં બાંધકામનો સામાન લીધો હતો જેમાંથી બે લાકડાના પાટીયા યુવાને પાછા માંગતા સામેવાળાએ તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના લજાઈ ગામે સ્મશાન નજીક પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ જીવાભાઇ ચાવડા (45)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાબુભાઈ મોહનભાઈ સારલા રહે. લજાઈ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેણે અને આરોપીએ મકાન બાંધકામનો સર સામાન સંયુક્તમાં લીધો હતો. તેમાંથી બે લાકડાના પાટીયા ફરિયાદીએ પાછા માંગ્યા હતા જે આરોપીને સારું લાગ્યું ન હતું અને આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
