મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ
હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE









હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો
હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીની સગીરવયની ભોગ બનનાર દીકરીને આરોપી આસીફ અનવર ભટ્ટી બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને આરોપી સમીર અબ્બાસ મોવરના ઘરે ભોગ બનનારને ત્રણ દિવસ રાખી હતી જેથી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલાનો આક્ષેપ ફરીયાદએ હળવદ પોલીસ સ્ટેશનમાં કર્યો હતો જેથી પોકસો, અપહરણ તથા એટ્રોસીટીનો ગુન્હો દાખલ થયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે વકીસ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમારની ધારદાર દલીલો તથા જુદીજુદી કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને આરોપીને છોડી મુકવાનો સ્પેશીયલ જજ કે.આર.પંડયા સાહેબે હુકમ કરેલ છે.
