મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE

















વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

વાંકાનેર સીટીમાં વર્ષ 2022 માં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલ હતો અને આ કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થો મળી આવેલ હતો જે કેસમાં આરોપી મનોજ ડાકટરભાઈ જૈનાના જામીન માટેની અરજી હાઇકોર્ટમા મૂકી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ ટૂંકી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થા સાથે આરોપી મનોજ ડાકટરભાઈ જૈના રહે. હાલે કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે,સાઈ રામ મોબાઈલની દુકાનની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી.આઈ.ડી.સી. કતાર ગામ સુરત મુળ રહે, ઓરીસા વાળાને પોલીસે પકડ્યો હતો અને વાંકાનેર સીટી પોલસી સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરેલ હતી. જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કર્યા છે. જેથી આ કેમાં આરોપીના વકીલ તરીકે એસ.ડી. મોધરીયા, વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ.મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News