મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે


SHARE















માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લામાં માટીની આડમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે તેવું અગાઉ પણ અનેક વખત સામે આવી ગયેલ છે તેવામાં વધુ એક વખત મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા માટી ભરેલા ટ્રેલરને રોકીને તાલુકા પોલીસની ટીમે ચેક કર્યું હતું ત્યારે તેમાંથી 48 બોટલ દારૂ તથા 144 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી દારૂ બિયરનો જથ્થો તથા મોબાઇલ અને ટ્રેલર આમ કુલ મળીને 11,24,720 ની કિંમતનો મુદામલ કબજે કર્યો હતો અને હાલમાં ટ્રેલરના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં વાહના ડ્રાઈવર તેમજ દારૂ અને બિયરનો જથ્થો મોકલાવનાર તથા મંગાવનાર સહિતના સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હસમુખભાઈ વોરા, શક્તિસિંહ જાડેજા તથા રમેશભાઈ મુંધવાને હકીકત મળી હતી કે માળિયા બાજુથી આરજે 52 જીએ 9354 નંબરનું ટ્રેલર માટી ભરીને આવી રહ્યું છે અને તે માટી ભરેલ ટ્રેલરમાં માટીની આડમાં દારૂનો જથ્થો મોરબી વિસ્તારમાં લઈ આવવામાં આવે છે. જેથી પોલીસ દ્વારા મોરબી માળિયા હાઇવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી તેવામાં મળેલ બાતમી મુજબનું ટ્રેલર પસાર થઈ રહ્યું હતું તેને રોકવામાં આવ્યું હતું અને ટ્રેલરને ચેક કરવામાં આવતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 48 બોટલો તથા 144 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 1,14,720 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તથા 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 10 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 11,24,720 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ટ્રેલરના ડ્રાઇવર આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુસિંગ કાઠાત (30) રહે. માલપુરા જિલ્લો બ્યાવર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ટ્રેલરના ડ્રાઇવર તથા દારૂ-બિયરનો જથ્થો મોકલાવનાર અને મંગાવનાર તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં કેશવ રેસીડેન્સી ખાતે રહેતા ગાંડાભાઈ કાનજીભાઈ પટેલ (80) નામના વૃદ્ધ સોસાયટીના વળાંક પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થવાના કારણે તેઓને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા રેવીબેન ગંગારામભાઈ વડસોલા (75) નામના વૃદ્ધા મોરબીના રવાપર ગામ નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલ પાસે બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીમાં આવેલ કબીર ટેકરી શેરી નંબર માં રહેતા અલ્પાબેન મનુભાઈ લાલવાણી (42) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જય સ્ટીલ વાળી શેરીમાંથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહેલા પરસોતમભાઈ બેજનાથ પાંડે (45) નામનો યુવાન બાઈકમાં પાછળના ભાગે બેસીને જઇ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News