મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE















મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબીના લોકોને પીવા લાયક શુધ્ધ પાણી આપવામાં આવે છે કે કેમ તે જોવાની મનપાના અધિકારીઓને તસ્દી લેવાની જરૂર છે કેમ કે, ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે અને ચોમાસનું દૂષિત પાણી સીધું જ લોકોને સપ્લાઈ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તાત્કાલીક ધોરણે ફિલ્ટર પ્લાન્ટ રીપેર કરીને શરૂ કરવામાં આવે તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મનપાના કમિશનરને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છેકે, છેલ્લા ઘણા સમયથી મોરબીમાં લોકોને જે પાણી આપવામાં આવે છે તે પાણી જોતાંની સાથે જ આ પાણી પીવા લાયક છે કે ગટરનું પાણી...? તેવો પ્રશ્ન ઉદભવે છે. જો આવા પાણીની મેડીકલ લેબોરેટરી કરીને રીપોર્ટ કરવામાં આવે તો પગ નીચેથી જમીન સરકી જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે. જેથી મોરબીના લોકોના આરોગ્યને થઈ રહેલ નુકશાન રોકીને વહેલી તકે પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

વધુમાં તેઓ જણાવ્યુ હતું કે, તાજેતરમાં કોંગ્રેસની ટીમે મોરબી શહેરના પાણીના ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધેલ હતી ત્યારે ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હતા અને લોકોને સીધું જ ડેમનું પાણી સપ્લાઈ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તેવા સમયે હાલમાં ચોમાસાના વારસાદથી નવા નીરની આવક થતાં દૂષિત પાણી લોકોને સપ્લાઈ કરવામાં આવે છે, ત્યારે જો પાણીજન્ય રોગચાળો ફેલાઈ તો તેના માટે જવાબદાર કોણ તે સહુથી મોટો સવાલ છે.

વધુમાં કિશોરભાઇએ કહ્યું હતું કે, મોરબી મહાપાલીકા અસ્તિત્વમાં આવેલ ત્યારથી કમિશનર લોકો પાસેથી ટેકસ વસુલ કરવામાં મસગુલ છે પરંતુ ટેકસ ભરતા લોકોને શુદ્ધ પાણી પણ આપવામાં આવી રહ્યું નથી અને રોડ રસ્તાની સારી સુવિધાઓ પણ મળી રહી નથી. જો કે, લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવી તે અધિકારીની પહેલી નૈતિક ફરજ છે. આટલું જ નહીં મોટાભાગના રોડ રસ્તાની બાજુમાં કરવામાં આવેલ દબાનોને ડીમોલેશન કરીને તોડી નાખ્યા છે અને ધારાસભ્યને લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે કામ કરવા માટેનો સમય નથી અને વિકાસની મોટી વાતો કરે છે. તેવો આક્ષેપ પણ કર્યો છે. અને ખાસ કરીને મોરબીની સરકારી હોસ્પીટલમાં દર્દીઓને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે જેથી તટસ્થ તપાસ કરીને સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News