મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ
SHARE








મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ
મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, ગામડાઓમાં આવેલ જર્જરીત શાળાઓ અને શિક્ષકોની ઘટ સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વહેલી તકે સરકારી શાળાઓમાં રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ અદ્યતન શૈક્ષણિક સાધનો આપવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યુ હતું કે, ગત તા.૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, જીલ્લાના ગામડાઓમાં આવેલ શાળાઓ જર્જરીત હાલતમાં આવેલ છે. આવી જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ ?, આટલું જ નહીં શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે, અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ છે આ બાબતેનો ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ કઈ રીતે મળી શકે તે સવાલ ઉઠી રહ્યો છે. મોરબીના જીલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરીત હાલતથી વાકેફ છે છતાં પણ તેની સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે જેથી ગામડાના લોકોને નાછૂટકે તેના સંતાનોને ખાનગી શાળામાં મોકલવા પડે છે. જેથી સરકારી કાર્યક્રમોમાં સરકારી નાણાંનો દુરઉપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબીત કરવા માંગે છે ? પણ તપાસનો વિષય છે. અને વહેલી તકે શાળાઓના રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવે તેવી માંગ કરેલ છે.
