મોરબીમાં આપના ઈશુદાનભાઈ ગઢવીની હાજરીમાં હોદેદારોની મિટિંગ યોજાઇ
મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફિસ ખોલવા જયંતિભાઈ વિડજાની મંત્રીને રજૂઆત
SHARE









મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફિસ ખોલવા જયંતિભાઈ વિડજાની મંત્રીને રજૂઆત
મોરબીના શનાળા રોડે અગાઉ સબ પોસ્ટ ઓફિસ હતી જેને મેઇન મર્જ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં સિનિયર સિટીઝનો તેમજ પોસ્ટ વિભાગની સાથે જેને કામકાજ રહેતું હોય છે તેવા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેના માટે મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ કોલોનીમાં રહેતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૯ ના સદસ્ય જયંતિલાલ ગોવિંદભાઈ વિડાજા દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીબ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, મોરબી શહેરના સનાળા રોડ ઉપર અગાઉ સબ પોસ્ટ ઓફિસ હતી જેને મેઇન પોસ્ટ ઓફિસમાં મર્જ કરવામાં આવી હોવાથી હાલમાં મોરબી સનાળા રોડ, રવાપર રોડ, સનાળા ગામ અને રવાપર ગામથી લોકોને પોસ્ટ ઓફિસનું કોઈ કામકાજ હોય તો શહેરની મધ્યમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ સુધીનો ધક્કો થતો હોય છે જેથી કરીને સિનિયર સિટિઝન અને પોસ્ટ વિભાગ સાથે કામકાજ હોય તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
જેથી કરીને આ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં કોઇપણ જગ્યાએ જો નવી પોસ્ટ ઓફિસને કાર્ય કરવામાં આવે તો મોરબીના સિનિયર સિટીઝન તેમજ મોરબીમાં પોસ્ટ વિભાગની સાથે જે લોકોને કામકાજ રહેતું હોય છે તે લોકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની શકે તેમ છે જેથી કરીને મોરબીના લોકોની સુવિધામાં વધારો થાય તે માટે વહેલી તકે મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફીસ ખોલવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે
વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર કોઈપણ પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવશે તો મોરબી શહેરની મધ્યમાં આવેલ પોસ્ટ ઓફિસ સુધી પોસ્ટ વિભાગને લગતી કામગીરી માટે આવતા લોકોનો ટ્રાફિક શહેરમાંથી ઘટી જશે અને નગરજનોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ આંશિક રાહત મળશે જેથી કરીને શનાળા રોડે નવી પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવે તેનાથી લોકોની સુખાકારીમાં વધારો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી
