મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફિસ ખોલવા જયંતિભાઈ વિડજાની મંત્રીને રજૂઆત
મોરબીમાં પાલિકાએ કેટલા ઢોર માલિકો પાસેથી દંડ વસૂલ્યો ?: મણીમંદિર પાસેની તારવાડ ગુમ !, ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ
SHARE









મોરબીમાં પાલિકાએ કેટલા ઢોર માલિકો પાસેથી દંડ વસૂલ્યો ?: મણીમંદિર પાસેની તારવાડ ગુમ !, ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ
મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને રખડતા ઢોર અવારનવાર યુદ્ધે ચડતાં હોય રાહદારીઓ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે અને અનેક વખત આવા રખડતા ઢોરએ રસ્તાઓ પર રાહદારીઓને હડફેટે લીધા હોય અને તે પૈકીના કેટલાક લોકોના મૃત્યુ નિપજ્યા હોય તેવા બનાવો પણ મોરબી શહેરની અંદર અગાઉ બની ચૂકયા છે ત્યારે ભવિષ્યમાં ફરી પાછા આ જ રીતે રખડતા ઢોર કોઈ માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા નક્કર કામગીરી કરીને મોરબી શહેરના જુદાજુદા વિસ્તારોની અંદર રહેલા રખડતા ઢોરને ઉપાડવાની કામગીરી કરવામાં આવે તે લોકોના હિતમાં છે
હાલમાં નગરપાલિકા દ્વારા રાત્રી દરમ્યાન રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે છે જો કે મોરબીના જુદાજુદા વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા ઢોર આંટા મારતા હોય તેને વહેલી તકે પકડવા માટેનું આયોજન નગર પાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે ગઈકાલે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જ્ઞાનપથ વિદ્યાલય પાસે બપોરના સમયે જ્યારે વિદ્યાર્થીઓની અવરજવર થઈ રહી હતી ત્યારે અચાનક ત્રણ ખૂંટીયા એકી સાથે યુદ્ધે ચડ્યા હતા અને જેથી સ્કૂલની આસપાસમાં વિદ્યાર્થીઓએ સહિતના લોકોના જીવ તાળવે ચોંટયા હતા જોકે સદનસીબે ત્યાં હાજર રહેલા વાલીઓ અને વડીલો દ્વારા તાત્કાલિક વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર મોકલીને સ્કૂલનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને વિદ્યાર્થીઓના જીવા તો માંડમાંડ બચાવ્યા હતા
પરંતુ આ રખડતા ખૂંટીયાઓએ ત્યાં પડેલા લોકોના વાહનોને અડફેટે લીધા હતા જેથી કરીને વાહનોમાં નાના મોટી નુકસાની થઈ હતી અને આવી જ રીતે અનેક જગ્યાએ રખડતા ખૂંટીયા દ્વારા લોકોના વાહનોમાં નાના મોટી નુકશાની કરવામાં આવતી હોય છે જો કે, કોઈ નિર્દોષ વ્યક્તિ માટે રખડતા ઢોર જીવલેણ બને ત્યાર પહેલા મોરબી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવા માટેની કામગીરી કરવામાં આવે તે લોકોના હિતમાં છે તેની સાથોસાથ માલિકીના ઢોર પણ મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં મોટી સંખ્યામાં ફરતા હોય છે તેને પણ પકડવામાં આવે તે અનિવાર્ય છે કેમ કે, તેના લીધે પણ ટ્રાફિકજામ, ગંદકી સહિતના પ્રશ્નો ઊભા થાય છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવો ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે મોરબીના કોઈપણ વિસ્તારમાંથી જો માલિકીના ઢોર પકડવા આવશે તો તેના માટે થઈને પાલિકા દ્વારા ઢોરના માલિક પાસેથી ઢોર છોડવા માટે ત્રણ હજાર રૂપિયા દંડ વસૂલ કરશે જો કે, આજની તરીકે આ દિશામાં નક્કર કામગીરી કરવામાં આવી હોય તેવું દેખાતું નથી અને મોરબીના મણિમંદિરની આસપાસમાં ઘણા માલિકીના ઢોર રસ્તા ઉપર આંટાફેરા કરતા હોય છે અને ૨૪ કલાક અડિંગો જમાવીને બેઠા છે તેમ છતાં પણ તેને પકડવા માટેની લેશમાત્ર કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવતી હોય તેવું દેખાતું નથી
મોરબીના મણિમંદિર પાસેથી બેઠા પુલ તરફ જવાનો રસ્તો પસાર થતો હોય ત્યાં અગાઉ રખડતા ઢોર આવતા રોકવા માટે પાલિકા દ્વારા પાલિકાના ખર્ચે તાર વાડ બનાવવામાં આવી હતી જો કે આજની તારીખે ત્યાંથી લોખંડની એંગલો અને તાર વાડ ગુમ થઈ ગયા છે અને સાંજનો સમય થતાની સાથે જ માલિકીના ઢોર રસ્તા ઉપર આવીને બેસી જતાં હોય છે ત્યારે સૌથી મોટો સવાલએ થાય છે કે પાલિકા દ્વારા જે તારવાડ બનાવવામાં આવી હતી અને લોખંડની એંગલો લગાવી હતી તે ક્યાં ગઈ? અને આ એંગ્લો તોડી નાંખવામાં આવી ત્યાં સુધી પાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારી શું કરતાં હતા ? અને શા માટે પાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી આટલું જ નહીં આજની તારીખે પણ માલિકીના ઢોર દરરોજ સાંજે રસ્તા ઉપર આવી જાય છે તેને પકડીને ઢોરના માલિક પાસેથી દંડ કેમ વસૂલ કરવા માટેની કામગીરી ચીફ ઓફિસરે અગાઉ જાહેર કર્યું હતું તે મુજબ કરવામાં આવતી નથી ? આમ પાલિકાની નીતિરીતિ સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છ
