મોરબી નજીક ડબલ સવારી બાઈકને હડફેટે લઈને એક યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના ફાટસર ગામે રહેતા આધેડે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું
SHARE









મોરબીના ફાટસર ગામે રહેતા આધેડે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું
મોરબીના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા આધેડને છેલ્લા સાતથી આઠ વર્ષથી મગજની બીમારી હતી અને ક્યારેક ક્યારેક આંચકી પણ આવતી હતી જેની દવા ચાલુ હતી અને તે પોતાની બીમારીથી કંટાળી ગયેલ હોય પોતે પોતાના ઘરની અંદર જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકાર ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા રમેશભાઈ પેથાભાઇ પરમાર (55) નામના આધેડે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક રમેશભાઈના દીકરા ભરતભાઈ રમેશભાઈ પરમાર (20) રહે, હાલ વીસીપરા શાંતિવન સ્કૂલની પાસે મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડને છેલ્લા સાતથી આઠ વર્ષથી મગજની બીમારી હતી અને ક્યારેક ક્યારેક આંચકીઓ પણ આવતી હતી જેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળીને તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીના અમરાપર ગામે રહેતા સાગરભાઇ ધરમશીભાઈ ગળચર નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે તેના ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર નજીક તેનું બાઇક કારની સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા થતા તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કુંવરજીભાઈ કરમશીભાઈ ચાવડા નામના ૪૦ વર્ષીય યુવાનને પાનેલી ગામે આવેલ મેલડી માતાના મંદિર નજીક બાઇક સાથે બાઇક ટકરાતા અકસ્માત બનાવમાં ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.
કાર સાથે કાર અથડાતા ઈજા
મોરબીના માણેકવાડા ગામ પાસે કારની સાથે કાર અથડાવાનો બનાવ બન્યો હતો.જેમાં દિવ્યાંગ બાબુભાઈ કુંભરવાડિયા (ઉમર ૩૫) રહે. ફડસર તા.મોરબીને ઇજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા પરિવારની ક્રિષ્ના બીપીનભાઈ હમીરપરા નામની નવ વર્ષની બાળકી મોટરસાયકલમાં બેસીને ગામના ચોક પાસેથી જતા હતા ત્યાં મંદિર નજીકથી બાઈકમાંથી નીચે પડી ગઈ હતી અને તેથી તેને સારવાર માટે સાગર હોસ્પીટલે લઇ જવામાં આવી હતી.
