મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઈકને હડફેટે લઈને એક યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















મોરબી નજીક ડબલ સવારી બાઈકને હડફેટે લઈને એક યુવાનને કચડી નાખનારા ટ્રક ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામથી હરીપર કેરાળા ગામના પાટીયા તરફ જવાના રસ્તા ઉપર ડબલ સવારી બાઈકને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને બીજા યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ હોલિસ સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિરેન્દ્ર હીરાલાલ સેન (20) નામના યુવાને ટ્રક ટ્રેલર નં. જીજે 12 એઝેડ 0163 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તે અને બેટુભાઈ સુરેશભાઈ પારઘી (22) બંને ભરતનગર ગામે દવાખાને દવા લેવા માટે થઈને બાઈક નંબર જીજે 36 કયું 4973 લઈને આવ્યા હતા અને ત્યાંથી દવા લઈને તેઓ પાછા કારખાને જતા હતા દરમિયાન પાછળથી તેઓના ડબલ સવારી બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા ફરિયાદીને હાથે, પગે અને માથાના ભાગે ઇજા થઈ હતી જ્યારે બેટુભાઈ સુરેશભાઈ પારઘીને છાતી, મોઢા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ દરિયાલાલ સ્ક્વેરમાં બીજા માળે શોપ નંબર 107-108 માં વેલનેસ સ્પા આવેલ છે અને ત્યાંના સંચાલક દ્વારા સ્પામાં કામ કરતા કર્મચારીઓની બાયોડેટાના ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં માહિતી આપો ન હતી. જેથી હાલમાં સ્પાના સંચાલક જીતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવીણભાઈ રાણપરા (39) રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તેને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News