મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ડુબી જતા યુવાનનું મોત: લાશ મળી મોરબીની આયુષ હોસ્પિટલમાં વધુ એક જટિલ ઓપરેશન પાર પાડતા ડો.સત્યજીતસિંહ જાડેજા મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં પાવડરના ઢગલાની કુંડીમાં પડી જતાં શ્વાસ રૂંધઇ જવાથી 4 વર્ષના બાળકનું મોત મોરબીમાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધની નજર ચૂકવીને રોકડા 18 હજારની ચોરી હળવદના ચરાડવા ગામે કામ ધંધો ન કરતાં દીકરા સાથે ઝઘડો થતાં પિતાએ જ ગળાટૂંપો આપીને કરી નાખી હત્યા મોરબીના ખેવારીયા ગામે વાડીની ઓરડીમાં જુગારની રેડ પડતાં નાસભાગ: 2 શખ્સ પકડાયા, 4 નાસી ગયા મોરબી શહેર અને તાલુકામાં દારૂની ત્રણ રેડ: 10 બોટલ સાથે 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલાકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE

















વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલાકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વઘાસિયા ટોલનાકા પાસે હોટલની સામે અજાણ્યા વાહન ચાલાકે બાઈકને હડફેટે લીધું હતું જેથી બાઇક લઈને જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગંગીયાવદર ગામે રહેતા દીપકભાઈ ખીમાભાઈ ખીમાણી (37)હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલ સામેથી તેમનો દીકરો જયદીપભાઇ દીપકભાઈ ખીમાણી (19) પોતાનું બાઈક નં. જીજે 3 એફએસ 9056 લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલાકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ગંભીર જા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ છે જેથી ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગાળા પાસે અકસ્માત

મોરબીના ગાળા ગામ પાસે આવેલ ફ્યુચર સીરામીકના લેબર ક્વોટરમાં રહીને મજૂરી કામ કરતો રાહુલ આદિવાસી નામનો ૧૬ વર્ષનો યુવાન ગાળા ગામના પાટીયા પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. તેમજ હળવદ રોડ ઉપર આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે આવેલ સેગા સીરામીક સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા મયુરપુરી રમેશપુરી ગોસ્વામી (ઉમર ૨૫) રહે.આંદરણા ના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મયુરપુરી ગોસ્વામીને પણ સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માત

મોરબીના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અમરશીભાઈ પરસોતમભાઈ કણજારિયા નામના ૬૦ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યાં કંડલા બાયપાસ કામધેનુ પાસે કાર સાથે અથડાતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા રમીઝભાઈ રજાકભાઈ પાયક નામના ૨૬ વર્ષના યુવાનને સામાન્ય બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઇજા થતા તેને સિવિલે સારવાર માટે લવાયો હતો.




Latest News