મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
Breaking news
Morbi Today

ચકચારી 602 જમીન કૌભાંડ: મોરબીના DYSP ઝાલા દ્વારા કરાયેલ લાકડા જેવી તપાસના પગેલ આરોપી સાગર ફૂલતરિયાના હાઇકોર્ટમાં પણ આગોતરા જામીન રદ


SHARE

















ચકચારી 602 જમીન કૌભાંડ: મોરબીના DYSP ઝાલા દ્વારા કરાયેલ લાકડા જેવી તપાસના પગેલ આરોપી સાગર ફૂલતરિયાના હાઇકોર્ટમાં પણ આગોતરા જામીન રદ

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડના આરોપી દ્વારા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં અરજદાર/ આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ રજૂ કરવામાં આવેલ પુરાવાઓ અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને હાઇકોર્ટના જજ સાહેબે હાલમાં આરોપીના આગોતરા જામીન રદ કરેલ છે.

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં જેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે તે તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાએ તેના વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં અરજદાર/ આરોપીના વકીલ સમ્રાટ ઉપાધ્યાય અને સરકારી વકીલ નિરજ શર્મા તેમજ મૂળ ફરિયાદીના વકીલ ડી.એમ. દેવ દ્વારા દલીલો કરવામાં આવી હતી જેમાં અરજદાર/ આરોપીના વકીલ દ્વારા જુદીજુદી કોર્ટના ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા તેમજ અરજદાર એક વાસ્તવિક ખરીદનાર છે તેણે સહ-આરોપી શાંતાબહેન સાથે વર્ષ 2017 માં વેચાણ કરાર કર્યો હતો. અને ત્યાર બાદ સહ-આરોપીએ અરજદારની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કર્યો ન હતો. જેથી મોરબીની કોર્ટ સમક્ષ સિવિલ દાવો કર્યો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું જેથી દાવો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ જેની રકમ સહ-આરોપીને ચૂકવી દેવામાં આવેલ છે. તેવી દલીલ કરી હતી.

જયારે સરકારી વકીલ નિરજ શર્માએ આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે, ફરિયાદી અને અન્ય લોકોને છેતરવા માટે હાલના અરજદાર દ્વારા ઘડવામાં આવેલ ભયંકર યોજનાને સમજવા માટે સમગ્ર ઘટનાના ચોક્કસ ક્રમને જોવાની જરૂર છે. આ જમીન મૂળભૂત રીતે ફરિયાદીના પિતાની છે અને આજની તારીખે પણ કબ્જો તેની પાસે જ છે. પરંતુ અરજદારે વર્ષ 2017 માં સહ-આરોપી સાથે વેચાણ કરાર કર્યો હતો અને તે સમયે શાંતાબેન નામની મહિલાનું નામ સરકારી રેકર્ડમાં ન હોવા છતાં, તેણીએ વેચાણ કરાર દ્વારા અરજદાર સાથે વ્યવહાર કર્યો હતો !. એટ્લે કે આ મિલકત સાથે સીધી કે આડકતરી રીતે સહ આરોપી સંકળાયેલ ન હતી છતાં અરજદારે તેની સાથે વેચાણ માટે કરાર કર્યો હતો !.

ત્યાર બાદ મહેસૂલ રેકોર્ડમાં સહ-આરોપીનું નામ દાખલ કરવા માટે, તેણીએ તેના માતા અને પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કર્યું છે અને તેના આધારે વારસાઈ આંબો બનાવીને મહેસૂલ રેકોર્ડમાં એન્ટ્રી બદલી કરવામાં આવી હતી. જોકે, આ કેસની તપાસ કરનારા તત્કાલિન ડીવાયએસપી દ્વારા વારસાઈ આંબામાં સહી કરનાર તેમજ જે નાણાકીય વ્યવહાર કરવામાં આવેલ છે તે એકાઉન્ટના ધારકોના નિવેદન લીધેલ છે. જેમાં તેણે જણાવ્યુ છેકે, હાલના અરજદારના કહેવાથી પંચે સહ આરોપી મિલકતના મૂળ માલિક હોવાનું તેની તરફેણમાં સમર્થન આપ્યું હતું જેના બદલામાં તેને 1000 રૂપિયા અરજદારે આપ્યા હતા.

વધુમાં સરકારી વકીલે એવી રજૂઆત કરી છે કે, તપાસનીસ અધિકારીએ સહ આરોપીએ રજૂ કરેલ મૃત્યુ પ્રમાણપત્રની નગરપાલિકામાં ખરાઈ કરવામાં આવતા તે મૃત્યુ પ્રમાણપત્રો બનાવટી છે તેવું સામે આવ્યું હતું. તેથી કહી શકાય કે, સહ-આરોપીઓનો વારસાઈ આંબો મેળવવા ખોટા અને બનાવટી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા હતા. આટલું જ નહીં સહ-આરોપીનું બેંક એકાઉન્ટ હાલના અરજદાર દ્વારા ખોલવામાં આવ્યું હતું અને તેનું સંચાલન પણ તેના દ્વારા જ કરવામાં આવતું હતું. અને દસ્તાવેજ કરવા માટે જે નાણાકીય વ્યવહાર બતાવવામાં આવેલ છે તેમાં સહ-આરોપી (શાંતાબહેન)ને એક પણ પૈસો મળ્યો નથી. અને જે નાણાકીય વ્યવહાર કરવામાં આવેલ હતો તેનો ચાર્ટ પણ સરકારી વકીલે રજૂ કર્યો હતો.

જેમાં નાણાં કોના ખાતામાંથી આવ્યા હતા અને શાંતાબહેનના ખાતામાંથી કોને પરત આપવામાં આવ્યા હતા તેની તમામ માહિતી રજૂ કરવામાં આવેલ છે. આટલું જ નહીં પરંતુ તત્કાલિન તપાસનીસ અધિકારીએ નાણાકીય હેરફેરી માટે જે લોકોના નિવેદનો લીધેલા છે તેને પણ હાઇકોર્ટમા રજૂ કરવામાં આવેલ છે અને હાલના અરજદારના કહેવાથી તેઓએ ચોક્કસ કાર્યવાહી કરી હતી. અને તેના બદલામાં તેઓને અરજદાર પાસેથી કમિશન તરીકે ચોક્કસ રકમ મળી હતી. તેવી માહિતી નિવેદનો ઉપરથી સામે આવી રહી છે. આટલું જ નહીં સરકારી વકીલ દ્વારા બેંક અધિકારીના નિવેદન પણ રજૂ કરવામાં આવ્યા છે.

હાઈકોર્ટે બંને પક્ષકારોની દલીલને સાંભળ્યા પછી અને રેકોર્ડ પર રજૂ કરાયેલ આધાર પુરાવાનો અભ્યાસ કરીને અરજદાર એ આરોપીઓ પૈકીનો એક આરોપી છે જેમની સામે એવો આરોપ છે કે તેણે અને અન્ય સહ-આરોપીએ આરોપી શાંતાબેનને મૂળ જમીન માલિકના કાયદેસર વારસદાર તરીકે બતાવીને જમીનના મૂળ માલિકની કિંમતી મિલકત હડપ કરવાનું કાવતરું ઘડ્યું છે. અને ફરિયાદીને છેતરવાના એકમાત્ર ઇરાદાથી સહ-આરોપીનો બનાવટી વારસાઈ આંબો તૈયાર કરીને મહેસૂલ રેકોર્ડમાં નામ દાખલ કરાવ્યુ હતું. ખાસ કરીને તત્કાલિન તપાસનીસ અધિકારી દ્વારા નગરપાલિકામાંથી મરણના દાખલા માટે લેવામાં આવેલ જવાબ, પંચ સાક્ષી, બેંક અધિકારી અને વિવિધ એકાઉન્ટન્ટ ધારકોના નિવેદનોની હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધેલ છે અને આ ગુનામાં અન્ય આરોપીની સંડોવણી શોધવા માટે અરજદારની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. જેથી સરકારી વકીલની દલીલ, પુરાવાઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઇકોર્ટના જજ દિવ્યેશ એ. જોશી સાહેબે અરજદાર સગાર આંબારામભાઈ ફૂલતરિયાના આગોતરા જામીન માટેની અરજી રદ કરેલ છે.




Latest News