મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE

















ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી નજીકના ગુટ્ટુ ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાં રહેતો યુવાન પોતાની બોલેરો ગાડી લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે સરાયા અને હીરાપર વચ્ચે સામેના ભાગમાંથી આવી રહેલ બોલેરો ગાડીના ચાલકે તેનું વાહન યુવાનની બોલેરોમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને માથા તથા શરીરે ગંભીએ ઇજા થયેલ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર બોલેરો ગાડીના ચાલસામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ ડાયાભાઈ ઓડિયા (57ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 વી 1850 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેછે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા તેના ભાઈ અનિરુદ્ધભાઈ ડાયાભાઈ ડીયા (40) પોતાની બોલેરો ગાડી નંબર જીજે 36 બી 6432 લઈને તેમાં માલ સામાન ભરીને જામનગર તરફ ગયા હતા અને ત્યાંથી ટંકારા થઈને તેઓ પરત આવતા હતા દરમિયાન ટંકારા બાજુથી જામનગર તરફ જતી બોલેરો ગાડીના ચાલકે ફરિયાદીના ભાઈની બોલેરો ગાડી સાથે વાહન અથડાવ્યું હતું જેથી સરાયા અને હીરાપર ગામની વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ અનિરુદ્ધભાઈને માથા, જમણા હાથ અને જમણા પગ તેમજ સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે. અને આ બનાવની બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે.






Latest News