મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
SHARE









મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
મોરબી જિલ્લામાં લખધીરપુર રોડ ઉપર અનેક સીરામીક ફેક્ટરી આવેલી છે અને સતત ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે.લખધીરપુર રોડ હમણાં સરકાર દ્વારા નવો રોડ મંજૂર કરવામાં આવ્યો છે.જેનું કામ હજુ ચાલુ કરવા આવ્યું છે.આ રોડ બનવામાં ભષ્ટ્રાચારની ગંધ આવતી હોય તેવું આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.વધુંમાં જાણાવ્યુ હતું કે આ રોડ બનાવતા પહેલા જે માટી કામ અને મોરમનું બુરાણ થવું જોઈએ તે યોગ્ય રીતે થયેલ નથી. જ્યાં રોડ પર બુરાણ મોરમની જગ્યાએ ફક્ત માટીથી કરેલુ હોય તેવું લાગે છે.જેના લીધે પહેલાં જ વરસાદમાં ખાડા પડી ગયા છે.જેનાં લીધે ખુબ ટ્રાફિક જામ થાય છે અને જ્યાં આરસીસી કામ થયેલ છે.તેમાં બાજુમાં બીજી રોડની પટ્ટી બને તેમના જોઈન્ટ માટે લોખંડના સરીયા લગાવેલ નથી.જેનાં લીધે રોડ જોઈન્ટ થશે નહીં તેવું લાગી રહ્યું છે.આવાં ભષ્ટ્રાચારનાં અનેક તંત્ર સામે આક્ષેપો કર્યા છે અને તંત્ર યોગ્ય રીતે કામની ચકાસણી કરે એવી માંગ પણ કરવામાં આવી છે
