મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ
SHARE









મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા તળાવ અને પાણીના નિકાલ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા કોંગ્રેસની માંગ
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પત્ર લખીને મહાનગર પાલિકાના કમિશ્નરન સમક્ષ માંગ કરતા જણાવેલ છેકે,મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર બાંધકામો ચાલુ છે.આવા બાંધકામ કરવા માટે બિલ્ડરોએ કોઈ અધિકૃત અધિકારીઓની મંજુરી લીધેલ નથી.તેમ છતાં પણ આવા બિલ્ડરો ચાલુ બાંધકામે ગરીબ-મધ્યમ વર્ગના લોકો, નાના-મોટા વેપારીઓ, ગામડાના ખેડુતોને વિશ્વાસમા લઈ વેચાણ કરે છે.આવા ગરીબ-મધ્યમ વર્ગના લોકોએ વર્ષોથી ખેતમજુરી કે નાના-મોટા વેપાર ધંધા કરી પોતાની મહેનતથી મરણ મુળી એકઠી કરેલ હોય છે.જે મરણ મુળી પોતાના સ્વપ્નનું ઘર ખરીદવામાં ખર્ચ કરે છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ જે સ્વપ્નનું ઘર ખરીદવામાં આવેલ છે.તે ઘરની કોઈ પણ પ્રકારની મંજુરી લીધેલ નથી..! માત્રને માત્ર બિલ્ડરો કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર ગેરકાયદેસર બાંધકામો કરી નફો કમાવવા માટે ઈરાદાપૂર્વક લોકોને આવા મકાનો સોપી આપે છે.
મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતા બાંધકામો દુર કરવા માટે પાલીકા તરફથી નોટીસ આપવામાં આવેલ છે કે કેમ...? જો નોટીસ આપવામાં આવેલ હોય તો કચેરી તરફથી શું પગલા લેવામાં આવેલ છે..? કે પછી માત્રને માત્ર કોણીએ ગોળ જ લગાડવામાં આવેલ છે.? પાલીકા તરફથી જો બિલ્ડરો દ્વારા થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરાવવામાં આવતા ન હોય તો પછી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને બિલ્ડરો દ્વારા જાણી જોઈને મંજુરી વગર સોપવામાં આવેલ બાંધકામો દુર કરવા નોટીસ શા માટે.? આ રજુઆતને ધ્યાને લઈ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ બાંધકામો અટકાવવામાં આવે તેમજ તળાવો કે પાણીના નિકાલ ઉપર બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે તેવી પાલીકા પાસે પ્રજાવતી કોંગ્રેસ દ્રારા અપીલ કરવામાં આવેલ છે.
