મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
SHARE









મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
મોરબી જિલ્લા પંચાયત દ્વારા સીએ અને સીએસનો અભ્યાસ શરુ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ તા. 31 ઓગસ્ટ પહેલા ફોર્મ ભરવું પડશે.
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમીક શાળામાં ધો-1 થી 8 પૈકી 1 વર્ષનો અભ્યાસ કરેલ હોય, ધોરણ-12 માં વર્ષ 2025 માં 75 % થી વધુ માર્ક્સ મેળવેલ હોય, હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક 5 લાખ કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ કોલેજના અભ્યાસની સાથે C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા હોય તેઓને C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા પાસ કર્યે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે .તેથી ઉપર મુજબની શરતો સંતોષતા હોય તેવા C.A.તેમજ C.S. બનવા માટેની પ્રથમ ફાઉન્ડેશન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
મોરબી જીલ્લામાં પસંદ થયેલ C.A. ફાઉન્ડેશન પાસ કરેલ 20 વિદ્યાર્થીઓ તેમજ તેમજ C.S. ફાઉન્ડેશન પાસ કરેલ 10 વિદ્યાર્થીઓને 15000 શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા. 31/8 પાહેલા રૂમ નં. 146, શિક્ષણ શાખા,પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ,મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી,મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવેલ છે. તેમ જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
