સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી


SHARE

















મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાઓને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના ફાઉન્ડેશન-ડે ની ઉજવણી ૨ જી જુલાઈના રોજ ઇડનહીલ્સ ખાતે કરવામાં આવી હતી. ૨ જુલાઈ ૧૯૯૫ ના રોજ વડોદરા મુકામે ઇન્ડિયન લાયન કૌશિક બુમિયા તેમજ તેમના અન્ય સાથીઓને ભારતના પૈસા તેમજ અન્ય ડ્યુસ ભારતીયોને જ ઉપયોગમાં આવે તેવા ઉમદા વિચારથી ઇન્ડિયન લાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.જે આજે વટવૃક્ષ બનીને ગુજરાતના અનેક શહેરોમાં પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સદાય અગ્રેસર રહી છે.

ભારતીયતાને વરેલા આ વિચારને વધુ આગળ વધારવા તેમજ ઇન્ડિયન લાયન્સનો વ્યાપ વધારવામાં જેમનો સિંહફાળો છે તેવા ઈન્ડિયન લાયન હિતેશભાઈ પંડ્યા તથા ઇન્ડિયન લાયન આશાબેન પંડ્યાનો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે ઇન્ડિયન લાયન્સ ક્લબ એક ફેમિલી ક્લબ હોવાથી બધાએ સાથે મળીને ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી કેક કટીંગ, ઘણી બધી ગેમો રમાડી તેમજ સંગીતમય ગીતો સાથે ઉજવણી કરી હતી. ૨૦૧૭ માં મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં મોરબીના મેમ્બર બહેનો તેમજ આ સંસ્થાને આગળ વધારવા માટે તમામ દાતાઓ તેમજ મોરબીની જનતાનો ફાઉન્ડર શોભનાબા ઝાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડન્ટ મયુરબેન કોટેચા તેમજ હાલના પ્રેસિડેન્ટ ડો. સુષ્માબેન દુધરેજીયાએ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News