મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો
SHARE









મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો
ગુજરાત સરકાર અને GVK EMRI દ્રારા ચાલતી ૧૦ ગ્રામ દીઠ એક પશુયોજના મોરબી જિલ્લાના પાનેલી ગામે એક ગાયને પ્રસુતીની પીડા હતી ત્યારે તેના માલિક કાળુભાઇ કલોત્રા દ્રારા ૧૯૬૨ માં કોલ કરીને લાલપર એમવીડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી ૧૯૬૨ નો સ્ટાફે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ટીમ દ્રારા ગાયની પ્રસુતી કરવા મેહનત કરવામાં આવી હતી પરંતુ ગાયના ગર્ભમાં રહેલ વાછડી મુર્ત્યું પામી હતી અને તે સંજોગમાં ગાયનું સિજરીયન કરવું જરૂરી જણાયું હતું અને અંતે લગભગ ૪ કલાક ઓપેરશન કરીને ભારે જેહમત બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો.૧૦ ગ્રામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો.તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, પાયલોટ જયદીપ જલુ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
