મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો
મોરબી : ટંકારા પોલીસે છેક રાજકોટથી રીક્ષા લઇને ચોરી કરવા આવતા ત્રણને લોખંડના ભંગાર સાથે દબોચ્યા
SHARE









મોરબી : ટંકારા પોલીસે છેક રાજકોટથી રીક્ષા લઇને ચોરી કરવા આવતા ત્રણને લોખંડના ભંગાર સાથે દબોચ્યા
મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં ગુનાખોરીએ માથું ઉચકયુ હોય જિલ્લા પોલીસ વડા દ્વારા સઘન કામગીરી કરવા માટે તમામ પોલીસ સ્ટેશનના થાણા અધીકારીઓ અને સ્ટાફને સૂચના આપવામાં આવી હતી તેમજ જુદા જુદા પોલીસ મથક વિસ્તારોમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી અને સઘન વાહન ચેકિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.દરમિયાનમાં ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતી રીક્ષાને અટકાવીને તેની તલાસી લેતા તેમાંથી લોખંડ ભંગાર મળી આવ્યો હતો અને છેક રાજકોટથી મોરબી પંથકમાં ચોરી કરવા આવતા ત્રણ ઈસમોની હાલમાં અટકાયત કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઇ તેમજ સીપીઆઇ બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના વધતા બનાવો અટકાવવા તેમજ થયેલ ગુનાઓમાં આરોપીઓને શોધી કાઢવા કડક સુચના આપીને ચેકપોસ્ટ બનાવી ત્યાં સઘન વાહન ચેકિંગ કરવા માટે પણ સુચના આપેલ હોય તે અનુસંધાને ટંકારાના મિતાણા ચોકડી ખાતે પોલીસ ચેક પોસ્ટ કાર્યરત હોય ત્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક શંકાસ્પદ સીએનજી ઓટો રીક્ષા ઉભી રાખવા છતાં ન રોકાતા પોલીસ કોન્સટેબલ સતિષભાઇ રાજેશભાઇ બસીયાએ પીછો કરીને રિક્ષા રોકી સઘન ચેકિંગ કરતા રિક્ષામાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવતા ટંકારા ટંકારાના પ્રોબેશન પીઆઇ એન.એ.વસાવાને જાણ કરતાં પીઆઇ વસાવા તથા પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફના એમ.કે.બ્લોચ, વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજસિહ ઝાલા તેમજ સતિષભાઈ બસીયાએ શંરાસ્પદ લોખંડના મુદ્દામાલ સાથે રીક્ષામાંથી મળી આવેલા રાહુલ મોહનભાઈ ચાંડપા (ઉ.વ.૨૦) રહે.જંગલેશ્વર રાજકોટ, ભરત નાનજીભાઈ ટોયટા જાતે ભરવાડ (ઉ.વ.૨૨) રહે.વાછકપર બેડી તા.જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા (ઉ.વ.૨૦) ધંધો રહે. જંગલેશ્વર રાજકોટને પોલીસ સ્ટેશને લાવીને સઘન પૂછપરછ કરતાં તેઓએ ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા ઓવરબ્રીજ ઉપર ચાલતા કંસ્ટ્રકશન કામ ઉપરથી લોખંડનો ભંગાર ચોરી કર્યો હોવાની કબૂલાત આપતાં ચોરાઉ મુદામાલને કબ્જે કરીને ભંગાર ચોરી કરતી ટોળકીના ત્રણ ઈસમોને ૧૦૦ કિલો લોખંડનો ભંગાર કિંમત આશરે રૂા.૧૦૦૦, શેરડીનો રસ કાઢવાનું મશીન કિમત રૂા.૨૦૦૦ તેમજ સીએનજી ઓટો રિક્ષા નંબર જીજે ૩ બીયુ ૪૧૧૧ કિંમત રૂા.૫૦,૦૦૦ એમ કુલ રૂા.૫૩ હજારના મુદામાલ સાથે ઉપરોકત ત્રણેય ઇસમોની ધરપકડ કરીને તેઓ અન્ય કોઇ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ..? તે દીશામાં આગળની તપાસ હાથ ધરેલ છે.
