મોરબી જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, માળીયા મહિલા-યુવા મોરચાના હોદેદારોની વરણી
મોરબી : હળવદના જુના દેવળીયા ગામેથી ૨૫ હજારના બાઇકની ચોરી
SHARE









મોરબી : હળવદના જુના દેવળીયા ગામેથી ૨૫ હજારના બાઇકની ચોરી
મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આવેલ જુના દેવળીયા ગામે રહેતા ખેડૂતે પોતાની વાડી પાસે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જેને છોટા ઉદેપુરનો શખ્સ ચોરી કરીને લઇ ગયેલ હોય તેની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
વાહન ચોરીના બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના જુના દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા વિનોદભાઈ મગનભાઈ જોટાણીયા જાતે પટેલએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એએ ૯૨૪૫ પોતાની વાડી પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને મૂળ છોટાઉદેપુરના નાની સડલી ગામના રહેવાથી રામસિંગ ઘુઘરીયાભાઈ ધાણકે બાઇકનો લોક ખોલીને કે પછી લોક તોડીને બાઇકની ચોરી કરીને લઇ ગયેલ હોય હાલમાં વિનોદભાઈએ તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂા.૨૫ હજારની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને રામસિંગ ધાણકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માતમાં બેને ઈજા
મોરબીના માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં રિક્ષા ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા હસમુખ માણસુર વાંક (૨૬) અને અશોક કાનાભાઈ રાતોડીયા (૪૦) ને ઇજાઓ થતાં બંનેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવા હતા અને બાદમાં રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારા તાલુકાના ઘુનડા સજનપર ગામે અંબારામભાઈ કોટડીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં રાકેશભાઈ અભેસિંગ ભુરિયા નામના ૧૯ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
બાળકી ઇજાગ્રત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતા મહેશભાઈ ગોહેલની નવ વર્ષની દીકરી અસ્મિતા રીક્ષામાં બેસીને સ્કૂલેથી ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં પછડાટ લાગતા તે રીક્ષામાંથી નિચે પડી જતાં માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ સાથે અસ્મિતાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઇ હતી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.હળવદની શ્રીજી સોસાયટીમાં રહેતા લાલજીભાઈ પુનાભાઈ કણજારીયા નામના ૪૪ વર્ષીય યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
