મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE













મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ ટીંબાવાડી વિસ્તારમાં ટીસી પાસે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પટેલનગરમાં રહેતા જગદીશભાઈ બેચરભાઈ કાવર (56)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મહેન્દ્રનગર ગામની સીમમાં તેઓની વાડી પાસે ટીંબાવાડી વિસ્તારમાં આવેલ ટીસી (ટ્રાન્સફોર્મર) પાસે કોઈ અજાણ્યા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને સ્થળ ઉપર મૃત્યુ પામેલા અજાણ્યા 30 વર્ષના યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ હાથ ધરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીમાં રહેતા રીંકલબેન કિશનભાઈ (29) નામની મહિલાને પાડોશીએ પેટના ભાગે લાત મારતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માતમાં ઇજા

અજમેરના રહેવાસી સિકંદરભાઈ હાસીમભાઈ કટાર (37)ને મોરબીના માળિયા ફાટક પાસે આવેલ ઓરબ્રિજ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં રહેતા ભાનુભાઈ બાબુભાઈ વાઘેલા (35)ને ઝઘડો મારામારીમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News