મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE

















વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

વાંકાનેરના અણીટીંબા ગામના પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 5740 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અણીટીંબા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશભાઈ ડાભીના રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી (42), ઘનશ્યામભાઈ રૂપાભાઈ સાતોલા (40), પ્રવીણભાઈ વેરશીભાઈ પરમાર (45) અને ભાવિનભાઈ દિલીપભાઈ સાતોલા (30) રહે. બધા અણીટીંબા ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5740 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે પેટ્રોલ પંપ નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં સ્થાનિક પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સલીમભાઈ હાસમભાઈ લેજા (40) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 900 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ વેન્ટો સિરામિક કારખાના સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2300 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા (24) રહે. હેમંતપુરા તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ચંદ્રેશભાઇ ગોરધનભાઈ સોલંકી (30) નામના યુવાનને માળિયા ફાટક પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News