મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મચ્છુ-1 ડેમથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કર્યું લોકાર્પણ


SHARE







મચ્છુ-1 ડેમથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજનાના પંપીંગ સ્ટેશનનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કર્યું લોકાર્પણ

વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ-1 ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે તેનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ-1 ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટેની યોજના મંજૂર કરવામાં આવી હતી અને જળ સંપતિ વિભાગ હસ્તકના રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા રૂપિયા  2687 લાખના ખર્ચે પમ્પિંગ સ્ટેશન સહિતની સુવિધાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પંપીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પમ્પિંગ સ્ટેશનની સ્વીચ દબાવીને પાણીનું ઉદવહન શરૂ કરાવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News