ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

હળવદના રાતાભેર ગામે રહેતી મહિલા અને તેના બે સંતાનોને પતિ અને જેઠ-જેઠાણીએ માર માર્યો


SHARE











હળવદના રાતાભેર ગામે રહેતી મહિલા અને તેના બે સંતાનોને પતિ અને જેઠ-જેઠાણીએ માર માર્યો

હળવદના રાતાભેર ગામે રહેતી મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે લફરું હતું અને રાતાભેર ગામે માતાજીના માંડવામાં તે મહિલા સાથે તેના પતિ સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓ દ્વારા બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો તેમજ તે મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને તેના બે દીકરાને પણ ઢીકાપાટુનો મારમારીને ઇજાઓ કરી હતી જેથી તે ત્રણેયને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાના પતિ, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા જ્યોતિબેન રાજુભાઈ ઉઘરેજા (38)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાજુભાઈ મનસુખભાઈ ઉઘરેજા અને જેઠ ચંદુભાઈ મનસુખભાઈ ઉઘરેજા રહે. બંને હાલ રાતાભેર મૂળ રહે. એમપી તથા જેઠાણી સુનિતાબેન નટુભાઈ ઉઘરેજા રહે. મુળ દિલ્હી હાલ રહે રાતાભેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિને કોઈ સ્ત્રી સાથે લફરું હોય તે બાબતે રાતાભેર ગામે માતાજીના માંડવામાં ફરિયાદી મહિલા સાથે તેના પતિ, જેઠ અને જેઠાણીએ બોલાચાલી કરી હતી અને મહિલા તથા તેના બે સંતાનોને ગાળો આપવામાં આવી હતી અને મહિલાને માથાના ભાગે ચંદુભાઈ ઉઘરેજા દ્વારા લોખંડનો પાઇપ મારવામાં આવ્યો હતો જ્યારે ફરિયાદીના પતિ સહિતના ત્રણેય વ્યક્તિઓએ ફરિયાદીના દીકરા આકાશ અને અનિકેતને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં મહિલા સહિત ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મહિલાના પતિ, જેઠ અને જેઠાણીની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News