મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત
SHARE







મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત
મોરબી જિલ્લા ભા.જપ. અ.જા. મોરચોના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર અને અન્ય આગેવાનો દ્વારા મહાપાલિકામાં આવતા અનુસુચિત જાતિ વિસ્તારમાં હાલ વરસાદી વાતાવરણમાં રોડ રસ્તા, ગટર પીવાના પાણી, સાફ સફાઈ વગેરે કામ કરવાની જરૂર છે. અને હરિઓમ સોસાયટી રચના વિદ્યાલય પાસે ભડિયાદમાં ભૂગર્ભ ગટર છેલ્લા છ માસથી ઉભરાઇ ગયેલ છે તેની ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવેલ નથી આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો રહે છે અને બાજુમાં પ્રાથમિક શાળા આવેલ છે જેથી વહેલી તકે ગટરની સફાઈ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે. આ ઉપરાંત અનુસુચિત જાતિના વિસ્તારો જેવા કે, રોહિદાસપરા, ભીમરાવનગર, આંબેડકર કોલોની, જવાહર સોસાયટી, ગાંધી સોસાયટી, માળીયા વનાળિયા, લાયન્સનગર, વાલ્મિકીવાસ, ઇંદિરાનગર, બૌદ્ધનગર, હરિઓમ સોસાયટી, જીવરાજ પાર્ક વગેરેમાં પણ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવાની રજૂઆત કરેલ છે.
