મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત
મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ
SHARE







મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ
મોરબી આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા તાજેતરમાં પાંજરાપોળ પાસે કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્યાનું નામ મોરબીના ધારાસભ્ય દ્વારા “નમો વન” આપવામાં આવ્યું છે જેનું નામ મોરબીના ઇતિહાસ પરથી અથવા કોઈ ક્રાંતિકારી વિચાર પરથી રાખવામાં આવે તેના માટે વિરોધ સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વધુમાં આપના આગેવાને જણાવ્યુ હતું કે, આ જગ્યા રાજવી પરિવારરે આપેલ છે અને ત્યાં કોઈ વ્યક્તિગત નામ રાખવું યોગ્ય ન ગણાય જેથી નામ બદલવામાં આવે તેવી માંગ કરી છે અને જો નામ નહીં બદલવામાં આવે તો આમ આદમી પાર્ટી મોરબીની ટિમ લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
