મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા


SHARE









મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા

મોરબી અને માળીયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જુદાજુદા આઠ નાના પુલિયા માટેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી હતી અને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને સરકારે કુલ મળીને 8 નવા નાના પુલિયા મંજૂર કર્યા છે જેથી કરીને 11 કરોડના ખર્ચે આ નવા નાના પુલિયા બનશે.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં જુદાજુદા ગામને જોડતા જૂના  અને સાંકડા પુલિયાની જગ્યાએ નવા નાના પુલિયા બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા (મી) તાલુકામાં રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ રોડનો એક ભાગ, રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢનો બીજો ભાગ, ખાખરેચી-વેણાસર રોડ, માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ, એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ ઉપર જે હયાત કોઝવે તથા સાંકળ નાલા હતા ત્યાં નવા નાના પુલિયા બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવેલ છે અને તેના માટે 11 કરોડના ખર્ચે નવા નાના પુલિયા બનાવવામાં આવશે. અને નવા પુલિયા બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકો અને ગ્રામજનોની સુવિધામાં વધારો થશે.  




Latest News