મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ -૧ ત્રિવેણી ઠાંગા સિચાઈ યોજનાના ૨૫૪ કરોડ મંજૂર મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ હળવદના અમરાપર શાળામાં બાળ સંસદ ચૂંટણી, બંધુનગર પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે મોડલ ઓફ યુનાઇટેડ નેશન-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ગરબા કલાસીસમાં ભાઈઓ-બહેનોના સમય અલગ રાખવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને બાકીની રકમ ભરવા ૭ દિવસની મુદત
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે


SHARE

















મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચ આપી ભોળવીને અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મુળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની ૧૫ વર્ષની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જવામાં આવેલ જે અંગે ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સુખદેવ ઘનશ્યામભાઈ ખાંભળીયા રહે.સુંદરગઢ તા.હળવદ જી.મોરબી સામે ફરિયાદ નોંધાવેલ જે બનાવમાં એસસીએસટી સેલના ડીવાયએસપી દલવાડી તથા સ્ટાફે સુખદેવ ઉર્ફે નાનો ઘનશ્યામભાઇ ખાંભળીયા કોળી (૨૧) રહે.સુંદરગઢ હળવદની અપહરણ, દુષ્કર્મ, પોકસો, એસ્ટ્રોસીટી સહિતની કલમો હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના સાપર ગામે રહેતા રાજુબેન રમેશભાઈ હમીરપરા (40) નામના મહિલા ગામના બસ સ્ટેશન પાસે હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેઓને ઇજા તથા તેને સારવાર માટે જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
બે વ્યક્તિને ઈજા થતા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ રહેતા કમલભાઈ બાબુભાઈ ભુરીયા (32) અને ક્રિષ્ના ગુમાનભાઈ ડાવર (38) નામના બે વ્યક્તિ સિરામિક સિટીમાં કામ કરતા હતા દરમિયાન કોઈ કારણસર માટે અકસ્માતમાં ઇજા થતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના ચાંચાપર ગામે રહેતો વનરાજ અરવિંદભાઈ સોલંકી (21) નામનો યુવાન ગામમાં હતો ત્યારે ત્યાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલમાં લઈને લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની જાણ કરવામાં આવી હતી.






Latest News