મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર જેલ હવાલે
મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો
SHARE









મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો
आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ પ્રકારના કાર્યક્રમો માટે જાણીતા ભારતીય વિચાર મંચના સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ કેન્દ્રના 60 જેટલા કાર્યકર્તાઓનો બે દિવસીય અભ્યાસ વર્ગ મોરબીના ઓમશાંતિ વિધા સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સહસંયોજક શ્રીકાંતજી કાટદરે, ભારતીય વિચાર મંચના પ્રાંત મંત્રી શ્રી મદનજી નાહટા, પ્રહલાભાઈ જોશી, વિજયભાઈ શાહ, ડો રાજાભાઈ કાથડ, મિતુલભાઈ સુવાગીયા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ અભ્યાસ વર્ગને સફળ બનાવવા ભારતીય વિચાર મંચ મોરબીના ઉપાધ્યક્ષ દિલિપભાઈ સુરાણી, ચિરાગભાઈ આદ્રોજા,મિલનભાઈ પૈડા, ઉમેશભાઈ પટેલ, પાર્થભાઈ શેરસિયા, શૈલેષભાઈ કાલરીયા, જયભાઈ પંડ્યા, મનિષભાઈ યાજ્ઞિક, જશવંતભાઈ મી, ચંદ્રકાંતભાઈ બાવરવા, રવિભાઈ ઝાલા આર્યતેજ ગૃપ ઓફ એજ્યુકેશનના યુવાનો સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

