મોરબીમાં ભારતીય વિચાર મંચ ના સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓનો અભ્યાસ વર્ગ યોજાયો
વાંકાનેરમાંવરસાદી પાણીના નિકાલ ઉપર બનાવેલા12 મકાનો તોડી પડ્યા, 500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી: ચીફઓફિસર
SHARE









વાંકાનેરમાં વરસાદી પાણીના નિકાલ ઉપર બનાવેલા 12 મકાનો તોડી પડ્યા, 500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાવી: ચીફ ઓફિસર
વાંકાનેરમાં વરસાદી પાણીના ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે આજે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને એક સાથે કુલ મળીને કાચા પાકા 12 જેટલા મકાનો તોડી પાડીને વરસાદી પાડીને નિકાલને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા પાસેથી મળતી વિગત પ્રમાણે વાકાનેરમાં આવેલ પચ્ચીસ વરિયા વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલ માટેનો વોકળો હતો તે વોકળાની જગ્યા ઉપર કાચા પાકા મકાનો બાંધી લેવામાં આવ્યા હતા તેને તોડી પાડવા માટે થઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે વાંકાનેર નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે 8 પાકા મકાનો તથા 4 કાચા પાકા મકાનો આમ કુલ મળીને 12 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારે વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા તેમજ ત્રણ પીઆઇ, પીએસઆઇ વિગેરેનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કુલ મળીને 500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તેવી હાલમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરે માહિતી આપી છે.

