મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો મોરબીના પાનેલી ગામે તળાવના નવીનીકરણની યોજના મંજુર: સામાકાંઠામાં પાણીની સમસ્યાનો ઉકેલાશે મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના મયુર પુલ ઉપર સેવાભાવીઓ દ્રારા પક્ષીઓને ચણ નાખવામાં આવતું હોય બેસી શકાતું નથી,મયુર પુલે બાંકડા મુકવા, પિકનિક સેન્ટર ચાલુ કરવા અને શહેરના મુખ્ય માર્ગમાં બંધ પડેલા ફુવારા ચાલુ કરવા માંગ


SHARE















મોરબીના મયુર પુલ ઉપર સેવાભાવીઓ દ્રારા પક્ષીઓને ચણ નાખવામાં આવતું હોય બેસી શકાતું નથી,મયુર પુલે બાંકડા મુકવા, પિકનિક સેન્ટર ચાલુ કરવા અને શહેરના મુખ્ય માર્ગમાં બંધ પડેલા ફુવારા ચાલુ કરવા માંગ
 
 
મોરબીનો મયુરબ્રીજ એટલે કે મયુર ચોપાટી કેજે શહેરમાં એકમાત્ર ફરવા તથા બેસવાનુ સ્થળ છે.ત્યાં પક્ષીઓને ચણ, સેવ-ગાંઠીયા નાંખીને ગંદકી કરવામાં આવતા લોકો બેસી શકે તેમ ન હોય ત્યાં બાકડા મુકવામાં આવેલ છે.તેમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે.વધુ બાકડા મુકવા વૃધ્ધો તથા પ્રજાજનોની પણ માંગણી છે.અગાઉ પણ આ બાબતે સામાજીક કાર્યકરોએ અરજી આપેલ છે.છતાં હજુ સુધી બાંકડા મુકેલ નથી જે તે વિભાગને પુછવામાં આવે છે ત્યારે એમ કહે છેેકે શાંતી રાખો થઈ જાશે.. તો આ અરજને ઘ્યાનમાં લઈને કમિશ્નર તાત્કાલલીક બાંકડા મુકાવે તથા બંધ ફુવારા ચાલુ કરાવો તેવી માંગ ઉઠી છે.
 
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચા વિગેરેએ મહાનગર પાલીકાના કમિશ્નર અને ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને લેખીતમાં અરજ કરેલ છેકે મોરબીમાં હાલ મહાનગર પાલીકા બની પછી હવે મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જે નથી પરંતુ જે ફરવા જેવી જગ્યા છે તે મયુર પુલની ઉપર વધુ બાકડા મુકવા જોઇએ.હાલ પાલીકા કચરાના જયાં ગંજ હતા તે ઉકરડા સાફ કરી ત્યાં બાંકડા મુકે છે તે સારી બાબત છે.પણ ત્યાં લોકો કેવી રીતે બેસી શકે ? તેથી સારી જગ્યાએ બાંકડા મુકવામાં આવે તો તેનો ઉપયોગ થાય.જે લોકો મયુર પુલ ઉપર બેસવા આવે છે તેમને નીચે બેસવુ પડે છે.જેવાકે પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ પર આવેલ છે.વર્ષે જુનુ રાજા રજવાડાનું ફરવા જેવુ સ્થળ જે હાલમાં ખંઢેર હાલતમાં હોવાથી તેમાં આવારા તત્વોએ અડીંગો જમાવી દીધો છે.તો આ પીકનીક સેન્ટર રીનોવેશન માટે મોરબી મહાનગરપાલીકાના કમિશ્નરએ રીનોવેશન કરાવવુ જોઇએ.જો આ પીકનીક સેન્ટર ફરીને ઉભુ થાય માણસો ઉનાળમાં ત્યાં વોટર પાર્ક થઇ શકે ત્યાં અગાઉ પણ વોટર પાર્ક જેવુ જ હતુ. આશરે ૩૦ વર્ષથી આ પીકનીક સેન્ટર બંધ કરેલ છે.તો ફરીને રીનોવેશન થાય એવી પ્રજાજનોની માંગ છે. ત્યાં વૃક્ષો પણ વાવવામાં આવે એવા સામાજીક કાર્યકરોની માંગ છે આ અરજી ને ઘ્યાન માં લઇને તાત્કાલીક ધોરણે કામ શરૂ કરાવા તથા દરબારગઢ, સરકારી હોસ્પીટલ પાસે, સરદાર વલ્લભભાઈ પટેલના પુતળા પાસે, મયુર પુલ પાસે તથા મોરબીમાં અનેક જગ્યાએ તથા સર્કલ ઉપર ફુવારા ચાલુ છે દે બંધ હાલતમાં હોય ચાલુ કરાવો તો મોરબીમાં રોનક આવે તેવી રજુઆત કરવામાં આવેલ છે.





Latest News