મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો મોરબીના પાનેલી ગામે તળાવના નવીનીકરણની યોજના મંજુર: સામાકાંઠામાં પાણીની સમસ્યાનો ઉકેલાશે મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં વૃદ્ધ સારવારમાં


SHARE















મોરબીના રવાપર ગામે બાઈક સ્લીપ થવાના બનાવમાં વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ પાછળ રહેતા નરભેરામભાઈ રણછોડભાઈ મોરડીયા (૬૯) નામના વૃદ્ધ રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસેથી બાઈકમાં જતા હતા.ત્યારે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામતા અત્રેની સાગર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબી તાલુકાના અમરાપર ગામના રવજીભાઈ આયદાનભાઈ ગળચર નામના ૬૭ વર્ષના ઇજા પામેલ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈકમાં જતા હતા ત્યારે પંચાસર રોડ મયુર ડેરી નજીક તેમનું બાઈક સ્લીપ થતા અકસ્માત બનાવવામાં બીજા થતાં સારવાર માટે લઈ જવાયા હતા.

બાળકી સારવારમાં

મોરબીના નવલખી રોડ પરશુરામ ધામ પાસે રહેતા પરિવારની પાયલ કિશનભાઇ સોલંકી નામની આઠ વર્ષની બાળકીને કંઈક જંતુ કરડી ગયું હોય તેને વોમિટ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે પાનેલી ગામની પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં પાનેલી ગામના બળદેવ જેરામભાઈ ટીડાણી નામના ૨૫ વર્ષના યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.તેમજ મોરબીના વીસીપરામાં રહેતા જન્નતબેન યાકુબભાઇ સંધવાણી(૨૮) નામની મહિલા જુના આરટીઓ કંડલા બાયપાસ મચ્છુ-૩ નદીમાં પડી ગયા હોય તેઓને બચાવી લેવાયા હતા અને સારવાર માટે સિવિલે લવાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છેે.

મારામારીમાં ઈજા

મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા ભાવિબેન અમિતભાઈ મુંધવા (૨૬) અને હિમાબેન સાગરભાઇ મુંધવા (૨૯) નામની બે મહિલાઓને બીલીયા ગામે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયારે નોંધ કરી તપાસ કરી હતી.તેમજ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા બચુભાઈ હમીરભાઇ કોળી નામના ૪૫ વર્ષના યુવાનને ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસે વાહન અકસ્માતમાં ઇજા થવાથી સારવાર માટે સિવિલે લવાયેલ હોય બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છેે.

યુવાન સારવારમાં

મોરબીના ઘુનડા રોડ મહાબલી હનુમાન મંદિર પાસે બાઈક સ્લીપ થવાથી ધર્મેન્દ્રભાઈ ડી.કોરીંગા (૪૧) રહે.સદગુરૂનગર ઘુનડા રોડ રવાપરને સારવારમાં લઈ જવાયા હતા.તેમજ મોરબીના પંચાસર રોડ ઢીલાની વાડી વિસ્તારમાં રહેતા વાલજીભાઈ નારણભાઈ હડિયાળ નામનો ૪૦ વર્ષના યુવાન ત્યાં આવેલ પ્રાથમિક શાળા પાસેથી સાયકલમાં જતો હતો ત્યારે પડી જતા સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તેમજ માળિયા મીંયાણાના હરીપર ગામે રહેતા પરિવારનો મિલન પ્રેમજીભાઈ ચાવડા નામના ૧૫ વર્ષનો સગીર પિતાની પાછળ બાઈકમાં બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓ પડી જતા મિલનને ઇજાઓ થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.અને ઉપરોક્ત બનાવો અંગે આગળની તપાસ કરી હતી.

યુવતી સારવારમાં

હળવદના રાસંગપર ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતી ક્રિષ્નાબેન મનસુખભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય યુવતી બાઇકમાં બેસીને રાસંગપરથી મયુરનગર જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્સીપ થતા પડી જતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા અને બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી તેમ પોલીસે જણાવેલ છે.તેમજ મકનસર ગામના વિષ્ણુભાઈ ભૂદરભાઈ બજાણીયા નામના ૪૧ વર્ષના યુવાનને શિરોઇ ગામ પાસે બાઈક આડે અચાનક ગાય આડી ઉતરતા વાહન અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરના દલડી ગામના કિશન ભરતભાઈ મુંધવા નામનો ૧૦ વર્ષનો બાળક બાઈક પાછળ બેસીને જતો હતો તે સમયે બાઇકમાંથી નિચે પડી જતા અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દવા પી જતા સારવારમાં

હળવદના જુના દેવળિયા ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા પરિવારની શીતલબેન ભુદરભાઈ નાયક નામની ૧૫ વર્ષની સગીરા કોઈ અકળ કારણોસર ખડ બાળવાની દવા પી ગયેલ હોય તેણીને હળવદ ખાતે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બાદમાં બનાવના કારણ અંગે હળવદ પોલીસે આગળની તપાસ કરી હતી.જ્યારે ટંકારા-મીતાણા વચ્ચે આવેલ મિતાણા બ્રિજ પાસે ટ્રક સાથે અથડામણ થતા અંકિત ભુપતભાઈ કોટડીયા (૨૫) રહે.મોરબીને ઇજા પામેલ હાલતમાં અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News