મોરબીના ઘુટુ ગામ પાસેથી પસાર થતી ગાડીમાં કતલખાને લઈ જવાતા 10 ઘેટાને બચાવ્યા, ત્રણ શખ્સની ધરપકડ
ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE







ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
ટંકારાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
ટંકારા કોર્ટમા ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી મીલનભાઈ ભાલોડીયાને હાથ ઉછીનના ૫૦,૦૦,૦૦ આપેલ હતા અને મીલનભાઈ ભાલોડીયાએ તે રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે ચેક બેંકમા જમા કરાવતા અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી આ કામના ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી ઉપર ચેક રીર્ટન અંગેની ફરીયાદ કો.કે.ન.૭૫૧/૨૦૨૨ થી ટંકારા કોર્ટમા દાખલ કરેલ હતી જે ફરીયાદ ટંકારા કોર્ટમા ચાલી જતા આરોપી મિલનભાઈ ભાલોડીયાના વકીલ જયદીપ બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી, કે.બી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી તથા કે.બી.ચૌહાન વકીલ તરીકે રોકાયેલ હતા.
